નવી દિલ્હી : કોરોના રાહત ફંડ (CORONA RELIEF FUND) એકત્ર કરવાની કવાયતમાં જોતરાયેલા પાંચ વારના વર્લ્ડ ચેમ્પિયન (WORLD CHAMPION) વિશ્વનાથન આનંદ (VISHVANATH ANAND)તેમજ અન્ય ચાર ગ્રાન્ડ માસ્ટર ગુરૂવારે ઓનલાઇન ચેસ મેચ (ONLINE CHESS MATCH) રમશે.
ચેસ.કોમ બ્લિટ્ઝ (CHESS.COM BLITZ) ધારક અથવા તો 2000થી ઓછી ફિડે રેટિંગ ધરાવતા ખેલાડીઓ 150 ડોલર દાન કરીને આનંદની સાથે ચેસ ગેમ રમી શકશે, જ્યારે અન્ય ગ્રાન્ડ માસ્ટર સાથે રમવા માટે તેમણે 25 ડોલરનું દાન કરવાનું રહેશે. આ સિવાય દાનની રકમ આ પ્રદર્શન મેચ દરમિયાન પણ સ્વીકારાશે. આ મેચ સાંજે સાડા સાત વાગ્યે ચેસ.કોમ પર પ્રસારિત કરવામાં આવશે. વેબસાઇટે કહ્યું હતું કે જે દાનની રકમ ભેગી થશે એટલી જ રકમ તે પોતે પણ દાન કરશે.
આ ઓનલાઇન મેચમાં આનંદ ઉપરાંત કોનેરૂ હમ્પી, ડી હરિકા, નિહાલ સરીન અને પી રમેશબાબુ ભાગ લેશે. તેનાથી જે રકમ એકત્ર થશે તે રેડક્રોસ ઇન્ડિયા અને ભારતીય ચેસ ફેડરેશન (AIFC)ના ચેકમેટ કોવિડ અભિયાનને અપાશે.
આનંદે ચેસ.કોમ પર મુકેલા વીડિયો મેસેજમાં કહ્યું હતું કે અમને ખબર છે કે ભારત કોરોના સંકટ સામે ઝઝુમી રહ્યો છે. હાલના સમયે આપણે તમામ કોઇને કોઇ રૂપે અસરગ્રસ્ત છીએ. એવું કોઇ નથી કે જેના પર તેની અસર નહીં થઇ હોય.