SURAT

અરાજકતા : સ્મીમેરમાં કોરોનના દર્દીનું મોત, પરિવારને 12 કલાક સુધી જાણ જ ન કરાઈ

સુરત: સ્મીમેર હોસ્પિટલ(simmer hospital)માં કોવિડ-19ના દાખલ દર્દીઓ(corona patient)ની હૈયું કંપાવી નાંખનારી ઘટનાઓ સામે આવી રહી છે. મહિધરપુરાના દાખલ દંપતી પૈકીનું પતિનું મોત થયું હોવા છતા તથા માતાને પણ વેન્ટિલેટર (ventilator) પર દાખલ કરવા છતાં તબીબો દ્વારા પરિવારને જાણ પણ કરવામાં આવી ન હતી. આ ઉપરાંત દર્દીઓ માટેની સાચી સ્થિતિ તબીબો પરિવારજનોને નહીં જણાવવાની વ્યાપક ફરિયાદો (complain) ઉઠવા પામી છે.

મહિધરપુરાનું એક દંપતી પૈકી પતિ સ્મીમેર હોસ્પિટલના આઇસીયું(icu)માં ગંભીર અવસ્થામાં દાખલ કરવામાં આવ્યા હતા. તો તેની પત્ની મલ્ટિલેવલ પાર્કિંગ(parking)માં કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગુરૂવારે પતિ ક્યાં છે તે શોધવા આ મહિલાએ કાકલૂદીઓ કરી હતી. ત્યારબાદ જયારે પતિનો પતો મળ્યો ત્યારે બાર કલાક પહેલા તેઓનું મોત થઈ ચૂક્યું હતું. પરંતુ કોઇ બતાવનાર કે જણાવનાર નહી હતું. કોરોનામાં મોત નીપજ્યું તો પત્નીને પ્રશાસન દ્વારા પરિવારને જાણ કરાયા વગર સ્મીમેર હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. જેના કારણે પરિવાર દ્વારા હૈયાફાટ રૂદન વચ્ચે પ્રશાસન પર યોગ્ય કામગીરી નહિ થઈ હોય અને 12 કલાક બાદ જાણ કરવામાં આવી હોવાના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા.

સવારે 9 વાગ્યે આપેલો નાસ્તો 12 કલાકે પણ નહીં પહોંચ્યો

સુરત મહાનગર પાલિકામાં હાઇડ્રોલિક વિભાગમાં નોકરી કરતા અશોક નામના યુવકના પિતા પણ સ્મીમેર હોસ્પિટલના મલ્ટિલેવલ પાર્કિંગમાં નોન કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. યુવક દ્વારા આજે નોકરી ઉપર જતા પહેલા સવારે 9 વાગ્યે તેના પિતાને હળદરવાળું દૂધ અને થેપલા પહોંચાડવામાં આવ્યા હતા. તેને આ નાસ્તો કોવિડની મલ્ટિલેવલ પાર્કિંગ હોસ્પિટલમાં નીચે કાઉન્ટ પર મુક્યો હતો. પરંતુ તે નાસ્તો બપોરે 12 વાગ્યા સુધી પહોંચ્યો ન હતો. યુવક દ્વારા પણ પિતાને નાસ્તો નહીં પહોંચતા ચાલુ નોકરીએ સ્મીમેર હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને નાસ્તા બાબતે તપાસ કરતા નાસ્તો પિતાને પહોંચ્યો ન હતો અને તે નાસ્તો કોઇક ખાઇ ગયું હોવાનું બહાર આવ્યું હતું.

અમરોલીના દર્દીના ખિસ્સામાંથી 1 હજાર કાઢી લેવાયાના આક્ષેપો કરાયા

અમરોલીના 64 વર્ષીય દર્દીને ગત તારીખ 3 એપ્રિલના રોજ સ્મીમેરમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જયાં તેઓની શરૂઆતમાં તબિયત સ્થિર હતી અને માત્ર અશક્તિ જોવા મળી હતી. પરંતુ તેઓને દાખલ કરાયા બાદ તેઓની તબિયત એટલી લથડી ગઇ હતી કે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. દરમિયાન પરિવારે આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીની જાણ બહાર તેની પાસે રહેલા રૂ. 1000 ભરેલા પર્સની ચોરી થવા પામી છે.

વરાછાના જોગાણીના પરિવારના છેલ્લા પાંચ દિવસમાં ત્રણના મોત

વરાછા એ. કે. રોડ ઉપર રૂપ સાગરમાં રહેતા જોગાણી એક જ પરિવારના ચાર સભ્યોને સ્મીમેર તથા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં છેલ્લા પાંચ દિવસમાં પરિવારના સભ્યોની તબિયત વધુ લથડવા પામી છે. ગત રવિવારે યુવકના માતાનું મોત થયું હતું. સોમવારે કાકીનું મોત થયું હતું. જયારે આજે ગુરૂવારે તેના પિતાનું મોત થયું હતું. માત્ર પાંચ દિવસમાં જ એક પરિવારના ત્રણ સભ્યોના મોત થતાં પરિવારજનોનું રૂદન અન્યોના હ્રદય પીગળાવી દે તેવું હતું. હજી યુવકના કાકા પણ સ્મીમેર હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે.આ પરિવારના અન્ય એક હિંમત જોગાણી નામના આગેવાન ગંભીર અવસ્થામાં છે.

Most Popular

To Top