Trending

ટેક ઇન્ડસ્ટ્રીમાં હાહાકાર! 1600 કર્મચારીઓને છૂટા કરશે Atlassian, ભારતમાં પણ 250 નોકરી ખતરામાં

વિશ્વની જાણીતી સોફ્ટવેર કંપની Atlassianએ મોટાપાયે છટણી કરવાની જાહેરાત કરી છે. કંપની લગભગ 1,600 કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરશે, જે તેની કુલ વર્કફોર્સના લગભગ 10 ટકા જેટલા થાય છે. આ છટણીનો અસર ભારત સહિત અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને મધ્યપૂર્વના કર્મચારીઓ પર પડશે.

કંપનીએ જણાવ્યું કે આ નિર્ણય તેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર ક્ષેત્રમાં વધુ રોકાણ વધારવા માટે લેવામાં આવ્યો છે. ટેક ઇન્ડસ્ટ્રીમાં AIના ઝડપી વિકાસને કારણે ઘણી કંપનીઓ હવે તેમની ટીમ અને સ્ટ્રેટેજી ફરીથી ગોઠવી રહી છે.

કયા દેશોમાં કેટલી અસર? કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ છટણી અનેક દેશોમાં થશે. તેમાં સૌથી વધુ અસર ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે.

ઉત્તર અમેરિકા: લગભગ 640 કર્મચારી
ઓસ્ટ્રેલિયા: લગભગ 480 કર્મચારી
ભારત: લગભગ 250 કર્મચારી

યુરોપ, જાપાન, ફિલિપાઇન્સ, મધ્યપૂર્વ અને આફ્રિકા: બાકીના કર્મચારી

મોટાભાગના કર્મચારીઓ સોફ્ટવેર એન્જિનિયરિંગ અને રિસર્ચ & ડેવલપમેન્ટ વિભાગમાંથી છે. અંદાજે 900થી વધુ એન્જિનિયરિંગ ટીમના કર્મચારીઓ આ નિર્ણયથી પ્રભાવિત થશે.

કંપનીમાં મોટા ફેરફાર : આ છટણી સાથે કંપની પોતાના ટેક લીડરશિપમાં પણ બદલાવ કરી રહી છે. કંપનીના સહસ્થાપક Scott Farquharની સ્થાપિત આ કંપની હવે AI આધારિત પ્રોડક્ટ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની તૈયારીમાં છે.

શેરમાં ઘટાડો, બજારમાં દબાણ : 2026 દરમિયાન કંપનીના શેરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ કારણે કંપનીનું બજાર મૂલ્ય પણ ભારે ઘટ્યું છે, જેના કારણે સ્થાપકોની વ્યક્તિગત સંપત્તિ પર પણ અસર પડી છે.

નોકરી ગુમાવનાર કર્મચારીઓને સહાય :કંપનીએ અસરગ્રસ્ત કર્મચારીઓને મદદરૂપ થવા માટે ખાસ પેકેજ જાહેર કર્યું છે. તેમાં ઓછામાં ઓછા 16 અઠવાડિયાનો પગાર, હેલ્થ કવર ચાલુ રાખવાની સુવિધા, પ્રો-રેટા બોનસ, $1,000 ટેક પેમેન્ટ, HR સપોર્ટ અને નવી નોકરી શોધવામાં મદદનો સમાવેશ થાય છે.

ટેક ઇન્ડસ્ટ્રીમાં AIનો વધતો પ્રભાવ હવે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, અને ઘણી કંપનીઓ હવે ભવિષ્ય માટે પોતાની ટીમ અને ટેક્નોલોજી સ્ટ્રેટેજી ફરીથી ગોઠવી રહી છે.

Most Popular

To Top