Gujarat

25 માર્ચથી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર

અમદાવાદ : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને ટ્રેનોના સમયપાલનમાં સુધારો લાવવાના હેતુથી કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનોના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. આ બદલાવ 25 માર્ચ, 2026થી અમલમાં આવશે. જે આગામી સૂચના સુધી ચાલુ રહેશે.

રેલવેના સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રેન નંબર 12958 નવી દિલ્હી–સાબરમતી સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસના પાલનપુર સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય અગાઉ 05:58 અને 06:00 હતો, જે હવે 05:50 અને 05:52 કરવામાં આવ્યો છે. મહેસાણા સ્ટેશન પર આ ટ્રેનનો સમય અગાઉ 06:48 અને 06:50 હતો, જે હવે 06:38 અને 06:40 કરવામાં આવ્યો છે.

તે જ રીતે, ટ્રેન નંબર 20626 ભગત કી કોઠી–એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસનો ભીલડી સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય અગાઉ 10:45 અને 10:50 હતો, જે હવે 10:55 અને 11:00 કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, ટ્રેન નંબર 12834 હાવડા–અમદાવાદ એક્સપ્રેસનો અમદાવાદ સ્ટેશન પર આગમનનો સમય અગાઉ 12:10 હતો, જે હવે 12:15 કરવામાં આવ્યો છે.

Most Popular

To Top