નવી દિલ્હી : (New Delhi) ચાઈનાના (China) ખતરનાક ઈરાદાઓને નિષ્ફળ કરવા માટે મોદી સરકાર (PM Modi) ભારત,ચીન,તિબ્બત અને મ્યાનમારની સરહદ પર 2000 કીઓમીટર લાંબો ફ્રન્ટીયર હાઇવેનું (Long Frontier Highway) નિર્માણ કરી રહી છે. સારા સમાચાર એ છે કે જેની મંજુરી પણ મળી ગઈ છે. આ લાંબા અંતરનો હાઇવે અરુણચાલપ્રદેશના તવાંગથી લઇને પૂર્વ કામેંગ,પશ્ચિમ સિયાંગ,દેંગ અને હવાઈથી થઇને મ્યાનમારનું અંતર નક્કી કરશે. આ આ યોજનાની ખાસ વાત એ છે કે આ હાઇવેને ભારત અને ચાઈનાની સીમા ઉપર બનેલ મેકમોહન રેખાને આવરીને ગુજરાત જશે. આ હાઇવે બનવાથી ભારતીય સેના દુશ્મનો સુધી પહોચીને તેમને તબાહ કરવામાં સક્ષમ થઇ જશે.
મોદી સરકાર લગભગ 40,000 કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહી છે
તિબેટ સુધી ભારતની પકડ મજબુત થશે. 1954માં ચીને જે તિબેટ પર કબજો જમાવ્યો હતો હવે આ ફ્રન્ટિયર હાઈવે તે તિબેટમાં જશે.આ માટે મોદી સરકાર લગભગ 40,000 કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહી છે. તેનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. આ હાઈવેના નિર્માણથી ચીન સાથેની ભારતની સમગ્ર સરહદ સુરક્ષિત બની જશે.
મેકમોહન લાઈનને ચાઈના પહેલેથીજ નકારી કાઢે છે
મેકમોહન લાઇનમાંથી આ હાઇવે પસાર થવાને કારણે ચાઈનામાં રીતસરનો ખળભળાટ મચી જવા પામ્યો છે. ચીન આહી સુધી તેનો કબજો હોવાનો દાવો કરી રહ્યું છે. જયારે ભારત મેકમોહન રેખાને જ વાસ્તવિક રેખાને નિયંત્રણ રેખા માને છે.બ્રીટીશર વિદેશ સચિવ હેનરી મેક્મોહેને આ સીમા રેખા નક્કી કરી હતી. એટલે ભારેત આ રેખાનુ નામ મેકમોહન રેખાનું નામ આપ્યું હતું. આ જ રેખા ભારત અને ચાઈના વચ્ચેની દાયરો નક્કી કરે છે. જોકે ચાઈના આ દાવાને પહેલેથીજ નકારી કાઢે છે.
હાઇવે બનવાથી સરહદ પર વધુ ગામો વસવાટ કરશે
ભારત ચાઈનાનો દાવ જ તેની સામે રમી રહ્યો છે. જે રીતે ચીન પોતાની સરહદ પર ગામડાં ગામ બનાવી રહ્યું છે તેવી જ રીતે હવે ભારત પણ સરહદ પર વધુને વધુ ગામડાઓ બનાવશે. તેનાથી સરહદી વિસ્તારોમાં ભારતનો દાવો વધુ મજબૂત થશે. આ સાથે ચીનના ગામો અને તેની અન્ય ગતિવિધિઓ પર નજર રાખી શકાશે. અત્યાર સુધી, અરુણાચલની સરહદે આવેલા ગામોના કેટલાક લોકોને રસ્તાઓ પરિવહનના સાધનો અને આજીવિકાના અભાવે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
LAC પર સેનાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધશે આ હાઈવે બનાવવાનો હેતુ ભારતીય સેનાને ચીનને જવાબ આપવા માટે LAC પર સૌથી ઝડપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવાનો છે. જેથી ભારતીય સેના દુશ્મન ચીનની દરેક હરકતો પર નજર રાખી શકે અને તેને તે જ સ્વરમાં જવાબ આપી શકે. આ હાઇવેની સાથે સાથે સમગ્ર LAC વિસ્તારમાં રસ્તાઓનું નેટવર્કને વેગવંતુ કરવામાં આવશે.જેથી સૈનિકો અને લશ્કરી વાહનોને સરહદી વિસ્તારમાં ગમે ત્યાં ઝડપી ગતિએ સરળતાથી લઈ જઈ શકાય. તેને નેશનલ હાઈવે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ વર્ષ 2026 સુધીમાં પૂર્ણ થવાની આશા છે. સરહદી વિસ્તારમાં સેના માટે બ્રિજ અને ટનલ પણ બનાવવામાં આવશે.