Gujarat

CETPને પર્યાવરણ મંજૂરીમાંથી છૂટ, પરંતુ કડક શરતો સાથે સંચાલન ફરજિયાત

ગાંધીગનર : દેશભરમાં કાર્યરત તેમજ નવી સ્થાપિત થનારી કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય લીધો છે. પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય (MoEF&CC) દ્વારા જાહેર કરાયેલા ઓફિસ મેમોરેન્ડમ અનુસાર, CETPને હવે EIA Notification-2006 હેઠળ પૂર્વ પર્યાવરણ મંજૂરી (Environmental Clearance – EC) લેવાની ફરજ રહેશે નહીં. જોકે, આ છૂટ સાથે કડક પર્યાવરણીય સુરક્ષા શરતોનું પાલન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. નિષ્ણાત સમિતિઓની ભલામણ બાદ નિર્ણય કેન્દ્રિય પર્યાવરણ મંત્રાલયના પરિપત્રમાં જણાવામાં આવ્યું છે કે CETP સંબંધિત મુદ્દા પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની એક્સપર્ટ એપ્રેઝલ કમિટી (EAC) અને બાદમાં એક્સપર્ટ એડવાઈઝરી કમિટી સમક્ષ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બંને સમિતિઓની ભલામણ બાદ CETP માટે વિશેષ પર્યાવરણીય સુરક્ષા માપદંડો નક્કી કરાયા છે, જે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (SPCB) તથા કેન્દ્રશાસિત પ્રદેશોના PCC દ્વારા Consent to Establish (CTE) અને Consent to Operate (CTO) આપતી વખતે ફરજિયાત રીતે અમલમાં મૂકવામાં આવશે.

CETP માટે કડક પર્યાવરણીય શરતો
•CETPનું સ્થાન રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સિટિંગ ક્રાઈટેરિયા મુજબ ફરજિયાત
•સભ્ય ઉદ્યોગોના એફ્લુએન્ટનું પરિવહન માત્ર ડેડિકેટેડ પાઈપલાઈન દ્વારા, ટેન્કર કે વાહન પર પ્રતિબંધ
•શુદ્ધ કરાયેલ એફ્લુએન્ટ પાઈપલાઈન મારફતે જ ઉદ્યોગોમાં પુનઃઉપયોગ માટે આપવું ફરજિયાત
•શુદ્ધ પાણીનો ઉપયોગ ખેતી, બાગાયત, લેન્ડસ્કેપિંગ કે વાવેતર માટે નહીં
•તમામ ઉદ્યોગોને CETPમાં જોડાણ પહેલા પ્રી-ટ્રીટમેન્ટ ફરજિયાત
•CETPમાં ટર્શિયરી ટ્રીટમેન્ટ સિસ્ટમ અનિવાર્ય
•ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) પદ્ધતિ ફરજિયાત, પ્રવાહી કચરાનો કોઈ નિકાલ નહીં•સ્લજ અને જોખમી કચરાનો નિકાલ Hazardous Waste Rules, 2016 મુજબ ફરજિયાત •રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ત્રિમાસિક મોનિટરિંગ ફરજિયાત
•ફરજિયાત ગ્રીનબેલ્ટ વિકાસ •ઉદ્યોગોને રાહત, પર્યાવરણ સુરક્ષા પર ભાર
•દર વર્ષે પર્યાવરણ કામગીરી ઓડિટ રિપોર્ટ જાહેર વેબસાઈટ પર અપલોડ કરવો ફરજિયાત

સરકારના આ નિર્ણયથી CETPની સ્થાપન પ્રક્રિયા સરળ બનશે, જેના પરિણામે ઔદ્યોગિક વિસ્તારોમાં સંયુક્ત ગંદા પાણીના શુદ્ધિકરણને પ્રોત્સાહન મળશે. સાથે સાથે, કડક શરતો દ્વારા જળ પ્રદૂષણ અને પર્યાવરણ પર થતી નકારાત્મક અસરો અટકાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.

રાજ્યો અને ઉદ્યોગો માટે મહત્વનો સંકેત

આ ઓફિસ મેમોરેન્ડમ બાદ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ્સની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની છે. CETPના સંચાલન, મોનિટરિંગ અને પારદર્શિતાને લઈને કડક દેખરેખ રાખવામાં આવશે, જેનો સીધો પ્રભાવ ઉદ્યોગોની કામગીરી તેમજ પર્યાવરણ સુરક્ષા પર પડશે.

Most Popular

To Top