ગાંધીનગર: વિધાનસભામાં રાજ્યમાં અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ચકાસણી માટે સમિતિની રચના અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતુ કે રાજ્યમાં વર્ષ-૨૦૨૦ અને ૨૦૨૧ દરમિયાન ૨૪૧૧ જેટલા પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવી છે તે પૈકી ૧૩ પ્રમાણપત્રો ખોટા જણાતા રદ કરવા ઠરાવ્યું છે જે અંગેના આખરી હુકમ કરવાની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે.
ખોટા પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે સુપ્રીમકોર્ટ દ્વારા રાજ્યોને વિશ્લેષણ સમિતિની રચના કરવા જણાવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ૨૦-૦૭-૨૦૨૦ના ઠરાવથી વિશ્લેષણ સમિતિની રચના કરાઈ છે. ગાંધીનગરમાં બે, સુરતમાં અને વડોદરામાં એક એક મળી કુલ ચાર સમિતિ કાર્યરત છે.