ઉમરગામ : કેન્દ્રીય મંત્રી (Central Ministe) પરષોત્તમ રૂપાલા (Puesotam Rupala) દરિયાઈ માર્ગે સાગર પરિક્રમા યાત્રા અંતર્ગત ઉમરગામ તાલુકાના ધોળીપાડા પહોંચ્યા હતા.કેન્દ્રિય મત્સ્યપાલન મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે સાગર ખેડતા અને દેશને હૂંડિયામણ રળી આપતા માછીમાર સમાજના (Fisharmen Communety) સર્વાંગી વિકાસ (Development) માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મત્સ્યોદ્યોગનો એક અલગ વિભાગ શરૂ કર્યો છે અને આ માટે રૂા. ૨૦ હજાર કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે. આ સમારોહમાં મંત્રીએ માછીમાર સમાજના ૧૭ લાભાર્થીઓને રૂા.૭.૫૮ લાખ અને ૪૦૪ની વિવિધ યોજનાકીય સાધન સહાયનું વિતરણ કર્યુ હતું.
જનધન યોજનામાં ખાતા ખોલાવીને મારફત સહાય પહોંચાડી
આ વેળા મંત્રી નરેશ પટેલ, મંત્રી કનુભાઇ દેસાઇ તેમજ જીતુ ચૌધરી અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકો માટે જનધન યોજનામાં લોકોના ખાતા ખોલાવીને લાભાર્થીના ખાતામાં ડી.બી.ટી. મારફત સહાય પહોંચાડી વચેટિયાને દૂર કર્યા હતા.કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અલકા શાહ, ધારાસભ્ય અરવિંદ પટેલ, ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રમેશ ધાંગડા, જિલ્લા સંગઠન પ્રમુખ હેંમત કંસારા, સંયુકત સચિવ ર્ડા. જે. બાલાજી, નીતીન સાંગવાન, કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, અધિકારી મનીષ ગુરવાની, પારડી પ્રાંત અધિકારી ડી. જે. વસાવા, નિયામક ભારતી પટેલ તેમજ નાગરિકો તેમજ માછીમાર સમાજના ભાઇઓ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકર અને ટીમ દ્વારા સાગર પરિક્રમા યાત્રા કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરવામાં આવી હતી.