SURAT

10,863 કરોડના ફંડમાંથી PLI -1 માટે 6013 અને PLI-2 સ્કીમ માટે 4670 કરોડ ફળવાશે

સુરત : કેન્દ્ર સરકાર (Central Govt) કૃષિ (Agriculture) પછી સૌથી વધુ રોજગારીનું (Employment) સર્જન કરતાં ટેક્સટાઇલ ઉદ્યોગને (Textile Industry) રાહત (Relief) આપવા પ્રોડક્ટ ઇનસેન્ટિવ લિંક (PLI-2) માં ટેક્સટાઇલ MSME ને રાહત આપવા નિયમો હળવા કરવા જઈ રહી છે. ટેક્સટાઇલ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ 10,863 કરોડના ફંડમાંથી PLI -1 માટે 6013 અને PLI-2 સ્કીમ માટે 4670 કરોડ ફળવાશે. સરકાર પીએલઆઈ-2 માં 15, 30 અને 45 કરોડના મૂડીરોકાણ સામે 10 થી 15 ટકાની સબસિડીનો સ્લેબ રાખવા આયોજન કરી રહી છે. જોકે કુલ રોકાણ સામે ટર્ન ઓવર બમણું રાખવાની શરત રાખવામાં આવે એવી શક્યતા છે.

  • ટેક્સટાઇલમાં વધી રહેલા પ્રભાવ અને એક્સપોર્ટ સામે ટક્કર આપવા આયોજન
  • 61 કોર્પોરેટ કંપનીઓએ યોજનામાં ભાગ લીધો
  • ટેક્સટાઇલની નિકાસ 41 ટકા વધી 43 બિલિયન યુએસ ડોલર નોંધાઇ
  • ઉત્પાદનો માટેની પ્રથમ PLI યોજના હેઠળ પાંચ વર્ષમાં 6,013 કરોડના પ્રોત્સાહનો આપવામાં આવશે

ટેક્સટાઇલમાં વધી રહેલા પ્રભાવ અને એક્સપોર્ટ સામે ટક્કર આપવા આયોજન કરી રહી છે
યુએઈ અને ઓસ્ટ્રેલિયા સાથેના ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ અને પીએલઆઈ સ્કીમ થકી ભારત સરકાર ગારમેન્ટ અને ટેક્સટાઇલમાં વધી રહેલા પ્રભાવ અને એક્સપોર્ટ સામે ટક્કર આપવા આયોજન કરી રહી છે. પીએલઆઈ-1માં ટેક્સટાઇલ સેક્ટરની 61 કોર્પોરેટ કંપનીઓએ યોજનામાં ભાગ લીધો છે. જેમાં શાહી એક્સપોર્ટ્સ, અરવિંદ મિલ્સ, ગોકલદાસ એક્સપોર્ટ્સ અને મોન્ટે કાર્લો સહિત 61 કંપનીઓની પસંદગી કરી છે. માનવસર્જિત ફાઈબર અને ટેક્નિકલ ટેક્સટાઈલ ઉત્પાદનો માટેની પ્રથમ PLI યોજના હેઠળ પાંચ વર્ષમાં 6,013 કરોડના પ્રોત્સાહનો આપવામાં આવશે. પીએલઆઈ-2નો ડ્રાફ્ટ હવે મંજૂરી માટે તૈયાર છે. ગત નાણાંકીય વર્ષમાં ટેક્સટાઇલની નિકાસ 41 ટકા વધી 43 બિલિયન યુએસ ડોલર નોંધાઇ હતી.

Most Popular

To Top