SURAT

સુરતમાં લોકશાહી પર્વની ઉજવણી : પરંપરાને જીવંત રાખતા યુવા અને વયોવૃદ્ધ મતદારો

સુરત મહાનગરપાલિકા (ની ચૂંટણીમાં જીવનના પ્રથમવાર અને એક ઉંમરના પડાવ પર પહોંચેલ વૃદ્ધ નાગરિકોએ પણ લોકશાહી પર્વની ઉજવણી કરી લોકોમાં દાખલો બેસાડ્યો હતો.

પ્રવીણ દેસાઇ 86 સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચીફ આર્કિટેક્ટ (CHIEF ARCHITECT) (પ્લાનિંગ અને ડિઝાઇનિંગ) તરીકે ફરજ બજાવતા નિવૃત્તિ (RETIREMENT) બાદ પણ પાલિકા માટે કામ કરવાની ઈચ્છા ધરાવે છે, જેમણે પાલિકાની અનેક કચેરી સાથે ગાંધીનગરની કચેરીના નિર્માણમાં પણ ભાગ લીધો છે, ત્યારે આજે પોતાના દિવસો વાગોળતા લોકોને જણાવે છે કે એ સમય પણ હતો જયારે વોટ આપવા ઘણા દિવસોથી રાહ જોતા હતા, અને પોતાના પ્રતિનિધિને ચૂંટી કાઢી એક જંગ જીત્યાનો અનુભવ કરતા હતા. ત્યારે આજે 80 વર્ષીય પત્ની સાથે મતદાન કરી લોકો સામે એક ઉદાહરણ બનવા માંગીયે છે કે પબજીને વળગી રહેતી યુવા પેઢી આગળ આવી પોતાની રાષ્ટ્રીય શક્તિનું બળ ઓળખે..

જીવનના પ્રથમવાર મતદાનનો લ્હાવો લેતા યુવાઓનો ઉત્સાહ પણ અનેરો

પાલ સ્થિત વેસ્ટર્ન સિટી એપાર્ટમેન્ટમાં રહેતી 20 વર્ષીય દિવ્યા અશોકભાઈ કોટક પ્રથમવાર મતદાન (NEW VOTER) કરવાં મતદાન મથક પર પહોંચી ત્યારે ખુબ જ ખુશ હતી, કહે છે કે, ‘લોકશાહી દેશમાં મતદાન કરવું એ માત્ર આપણી ફરજ જ નથી, પરંતુ દેશના નાગરિક તરીકે જવાબદારી છે. સમ્રાટ કેમ્પસ અડાજણમાં પરિવાર સાથે રહેતી અને સ્કેટ એન્જિનિયરીંગ કોલેજમાં ઈલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશનનો અભ્યાસ કરતી પ્રિયાંશી પિતા પ્રફુલભાઈ અને માતા રિતાબેન સાથે મતદાન કરવાં આવી હતી. 22 વર્ષીય પ્રિયાંશી ગઢિયાએ કહ્યું હતું કે ‘પ્રથમ વાર મતદાન કરવાથી અનેરો આનંદ થયો છે. અને હવે હું હરહંમેશ મતદાન કરીશ. મતાધિકારનો ઉપયોગ કરી દેશના વિકાસમાં ભાગીદાર બનવાનો આ અવસર છે’ ..

પ્રથમવાર મતદાન કરનાર 18 વર્ષીય સલોની કોન્ડાળકર અડાજણના અલ્પેશનગરમાં રહે છે. તે કે.પી.કોમર્સ કોલેજમાં બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. મતદાન કર્યા બાદ ખુશીભર્યો પ્રતિભાવ આપતા જણાવ્યું કે, આપણો એક-એક મત અતિ કિંમતી છે. જેને વેડફવાને બદલે લોકશાહીને મજબૂત કરવામાં ઉપયોગ કરીએ તે જ યથાયોગ્ય છે.

75 વર્ષની ઉમરે મતદાન કરવા સાયકલ પર આવેલા નિવૃત્ત શિક્ષક નટવરલાલ પંડ્યા લોકશાહીના મહાપર્વમાં ભાગીદાર બન્યા

સુરતના અડાજણ સ્થિત બુથ પર મતદાન માટે સાયકલ પર આવેલા 75 વર્ષની વયના નિવૃત્ત પ્રાથમિક શિક્ષક (RETIRE TEACHER) નટવરલાલ પંડ્યા મતદાન થકી લોકશાહી પર્વની ઉજવણી કરી અન્ય મતદારો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા. મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હરસુરપુર દેવળિયા ગામના વતની નટવરલાલ હાલ અડાજણની રામદૂત સોસાયટીમાં પરિવાર સાથે રહી નિવૃત્ત જીવન જીવી રહ્યાં છે. તેઓ અમરેલી જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે, આજ સુધીની તમામ વિધાનસભા-લોકસભા-પંચાયત સહિતની તમામ ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કર્યું છે.

મને ચૂંટણી પ્રક્રિયાને નજીકથી જોવાની અને ચૂંટણીની કામગીરીમાં સહભાગી થવાની તક અનેકવાર મળી છે. હું હાલ દરરોજ નાના બાળકોને બિસ્કીટનું દાન આપીને સુખદ જીવન જીવી રહ્યો છું. મારા પેન્શનનો ઘણો ભાગ બિસ્કીટ ખરીદીમાં ઉપયોગ કરૂ છું, અને દરરોજ બાળકોને વિતરણ કરૂ છું. હું ક્યાંય પણ જવું હોય તો સાયકલનો જ ઉપયોગ કરૂ છું. જેનાથી સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે.

સિનીયર સિટીઝન દંપતિએ સજોડે મતદાન કરી લોકશાહી પર્વ ઉજવ્યું

68 વર્ષીય કાંતિલાલ ડાહ્યાભાઈ બોરાટે તેમના 65 વર્ષીય ધર્મપત્ની હંસાબેન સાથે એલ.પી.સવાણી સ્કુલના મતદાન બુથ પર મતદાન કરવા આવ્યાં હતાં. બોરાટે દંપતી કહે છે કે, દેશનું ભવિષ્ય આપણા મતદાનથી સુદ્રઢ થાય છે. મારી પત્નીનો હમેશા આગ્રહ રહ્યો છે કે, મતદાન તો અવશ્ય કરવું જ. મારા પરિવારના તમામ પુખ્ત સભ્યોને હમેશા મતદાન કરવા માટે પ્રેરું છું. આજે મેં પત્ની સાથે મતદાન કરીને લોકશાહીની ફરજ અદા કરી છે, જેનો અમને બંનેને ખુબ આનંદ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top