મિડલ ઈસ્ટમાં ચાલતી તણાવસભર યુદ્ધની સ્થિતિ હવે ગંભીર અને નિર્ણાયક બનતી દેખાય છે. ઇઝરાયલી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 28 માર્ચે ઈરાન સાથે યુદ્ધવિરામની જાહેરાત કરી શકે છે. આ શક્યતા સાથે જ ઈઝરાયલમાં ચિંતાનું માહોલ ઊભું થયું છે અને નેતન્યાહુ સરકારે સૈન્ય કાર્યવાહી તેજ કરી દીધી છે. ઈઝરાયલ ડરે છે કે ટ્રમ્પ એકતરફી રીતે યુદ્ધને રોકીને ઈરાન સાથે વાતચીત શરૂ કરી શકે છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, જો ઈરાન કેટલીક શરતો સ્વીકારે, તો યુદ્ધનો તાત્કાલિક અંત આવી શકે છે.
ઈઝરાયલનું મંતવ્ય છે કે આ સમયે સૈન્ય દબાણ વધારે મહત્વપૂર્ણ છે, નહિતર ઈરાન ફરીથી મુકાબલો કરવાની સ્થિતિમાં આવી શકે છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સંભાવિત યુદ્ધવિરામ પહેલા ઉચ્ચસ્તરીય સૈન્ય બેઠક બોલાવી હતી. અહેવાલો પ્રમાણે, નેતન્યાહુએ જણાવ્યું છે કે ઈરાનના હથિયાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને એટલો નુકસાન પહોંચાડવું કે તે વર્ષો સુધી પુનઃસ્થાપિત ન થઈ શકે. હાલની સ્થિતિમાં ઈઝરાયલ કોઈ પણ પ્રકારની નરમી દાખવવાના મૂડમાં નથી. ઈરાને અમેરિકાના 15 મુદ્દાના યુદ્ધવિરામ પ્રસ્તાવને નિષ્ફળ ઠેરવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, યુદ્ધનો અંત માત્ર પોતાની શરતો પર જ માનશે, કોઈની હથિયારબંધી શરતો પર નહીં. આવનારા સમયમાં જ કહી શકાશે કે આ યુદ્ગનો વિરામ આવશે કે પછી એ આ રીતે ચાલુ જ રહેશે.