તમિલનાડુના કુન્નરમાં (Kunnar) એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ (Crash) થયું હતું જેમાં જનરલ રાવત (Rawat) તેમના પત્ની મઘુલિકા (Madhulika) તેમજ અન્ય 11 કર્મચારીઓ મૃત્યુ (Dead) પામ્યા હતાં. તેઓનું પાર્થિવ શરીર સુલુર એરબેસથી દિલ્હી (Delhi) લાવવામાં આવી રહ્યું છે. જાણકારી મુજબ આ પાર્થિવ શરીર એરફોર્સના સી 130 જે સુપર હર્કુલસ ટ્રાંસપોર્ટ એરક્રોફટથી દિલ્હી લાવવામાં આવી રહ્યાં છે. પીએમ મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, રક્ષા રાજય મંત્રી અજય ભટ્ટ તેમજ એનએસએ અજીત ડોભાલ રાત્રે 9 કલાકે પાલમ એરપોર્ટ પર શ્રઘ્ઘાજંલિ આપવા જશે. બિપિન રાવતનાં શુક્રવારના રોજ સૈન્ય સમ્માન સાથે દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સીડીએસ બિપિન રાવતના પાર્થિવ દેહને શુક્રવારે સવારે 11થી 2 વાગ્યા સુધી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ, કામરાજ માર્ગથી બેરાર ચોકડી સુધી અંતિમયાત્રા કાઢવામાં આવશે.
નીલગીરીના મદ્રાસ રેજિમેંટલ સેંટરથી સુલુર એેરબેસ સુઘી તેઓના પાર્થીવ શરીર લાવતા સમય દરમ્યાન તેઓના અંતિમ દર્શન કરવા ત્યાંના સ્થાનિક લોકો તેમજ આસપાસના ગામના લોકોની ભીડ ઉમટી પડી હતી. લોકોએ ફૂલથી શ્રઘ્ઘાંજલી આપી હતી સાથે ભારત માતાકી જય ના નારા બોલાવ્યા હતા. બિપિન રાવતના ગામ સૈણ ખાતે પણ તેઓ અને તેમની પત્નીને શ્રધ્ધાજંલિ આપવામાં આવશે. આ ગામમાં તેઓના કાકાનો પરિવાર વસવાટ કરી રહ્યો છે. બિપિન રાવતના મૃત્યુના સમાચાર મળ્યાં બાદ તેઓના કાકા ભરત સિંહ રાવત તેમજ તેઓનો આખો પરિવાર સદમામાં આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરી 2021નાં રોજ સૈણ ગામના લોકોએ તોએના સીડીએસ બનવા પર ઉજવણી કરી હતી.
ચમોલી જિલ્લામાં પણ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ સમયે, પોખરીમાં આયોજિત પાંચ દિવસીય શરદોત્સવ મેળો પણ 11 ડિસેમ્બર સુધી સ્થગિત કરવામાં આવ્યો છે. 11ની રાત્રિથી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને 13મી ડિસેમ્બરે મેળાનું સમાપન થશે.
એમ્બ્યુલન્સ રસ્તામાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈ
બિપિન રાવતનાં મૃતદેહને તમિલનાડુથી દિલ્હી જવા એરપોર્ટ જઈ રહેલી એમ્બ્યુલન્સ રસ્તામાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. આ અકસ્માતમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જો કે, અકસ્માત મોટો ન હતો, તેથી કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. જ્યારે એમ્બ્યુલન્સ એરપોર્ટ તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં ઉભેલા લોકોએ દેશના વીર જવાનને ફૂલોની વર્ષા કરીને અંતિમ વિદાય આપી હતી. તમામ 13 મૃતદેહોને ભારતીય વાયુસેનાના સી-130જે સુપર હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં સુલુરથી દિલ્હી લાવવામાં આવ્યા હતા.