Vadodara

CBSE ધોરણ 12નું 87.98 ટકા પરિણામ જાહેર

વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી- 91.52 અને વિદ્યાર્થિનીઓની પાસ થવાની ટકાવારી- 85.12

ગયા વર્ષ કરતાં પાસ થવાની ટકાવારી 0.65% વધી

CBSE ધોરણ 12નું પરિણામ આજે જાહેર થયું છે. કુલ પરિણામ 87.98% આવ્યું છે. ગયા વર્ષ કરતાં પાસ થવાની ટકાવારી 0.65% વધી છે. 12મા ધોરણના વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તરત જ તેમના પરિણામો ચકાસી શકે છે.

બોર્ડના જણાવ્યા અનુસાર આ વર્ષે છોકરીઓનું પરિણામ છોકરાઓ કરતા 6.40 ટકા સારું રહ્યું છે.છોકરીઓએ પરિણામમાં બાજી મારી છે. CBSE બોર્ડ ધોરણ 12 ની પરીક્ષા 7126 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ વર્ષે ધોરણ 12માં કુલ 1,63,3730 વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 1621224 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વર્ષ 2024માં 1426420એ 12માની પરીક્ષા આપી હતી. આ વર્ષે એકંદરે પાસ થવાની ટકાવારી 87.98 રહી છે. ગયા વર્ષે (2023) એકંદરે પાસની ટકાવારી 87.33 હતી. એટલે કે આ વર્ષે પરિણામમાં 0.65 ટકાનો વધારો થયો છે. CBSE બોર્ડની ધોરણ 12મી 2024ની પરીક્ષામાં 116145 વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. તે જ સમયે, 24068 વિદ્યાર્થીઓ એવા છે જેમણે 95 ટકા કે તેથી વધુ માર્કસ મેળવ્યા છે. 122170 વિદ્યાર્થીઓએ કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપવાની રહેશે, જેનું સમયપત્રક ટૂંક સમયમાં બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે.

CBSE બોર્ડ પરિણામ 2024

છોકરીઓની પાસ થવાની ટકાવારી- 91.52
છોકરાઓની પાસ થવાની ટકાવારી- 85.12
ટ્રાન્સજેન્ડરની પાસ ટકાવારી – 50.00

Most Popular

To Top