Vadodara

CBI ચીફ તથા દિલ્હી કસ્ટમ ઓફિસર તરીકેની ઓળખ આપી પૈસા પડાવનાર આરોપી ઝડપાયો

સીબીઆઈ ચીફ તથા દિલ્હી કસ્ટમ ઓફિસર તરીકેની ઓળખ આપી મોટી રકમ પડાવનાર સુરત સાયબર ક્રાઇમનો ભાગતો ફરતો આરોપી ઝડપાયો

પાણીગેટ બાવામાનપુરા વિસ્તારના આરોપીને પાણીગેટ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

(પ્રતિનિધિ) વડોદરા તા. 19

સુરત શહેરના સાઇબર ક્રાઇમના ગુનાના આરોપીને પાણીગેટ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.જે.પટેલના માર્ગદર્શન હેઠળ પાણીગેટ પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે સુરત શહેરમાં સાયબર ક્રાઇમના ગુનામાં પોલીસ ધરપકડથી બચવા માટે ભાગતો ફરતો વોન્ટેડ આરોપી શાહરૂખ ઉર્ફે સલમાન શબ્બીરમીયા મન્સૂરી (રહે.હૈદરીચોક, હરિજનવાસ,મહેદીનગર પાસે,બાવામાનપુરા, પાણીગેટ)ને ઝડપી પાડી પૂછપરછ તપાસ હાથ ધરતાં આરોપીએ અન્ય લોકો સાથે મળીને ફરિયાદી ઉપર અલગ અલગ આરોપીઓએ ફોન કરીને દિલ્હી કસ્ટમ ની ઓળખ આપી તેમજ દિલ્હી વસંતકુંજ સાઉથ પોલીસ સ્ટેશનના પોલીસની ઓળખ આપી તથા સીબીઆઈ ચીફની ઓળખ આપીને પૂર્વ નિયોજીત કાવતરું રચી ફરિયાદીના પાર્સલમાથી 16 ફેક પાસપોર્ટ,58 એ.ટી.એમ.કાર્ડ,140ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હોવાનું જણાવી હ્યુમન ટ્રાફિકીગ તથા મની લોન્ડરીગ નો કેસ દાખલ થયો હોવાનું જણાવી સીબીઆઈ નો બોગસ કોન્ફિડેન્સિયલ એગ્રીમેન્ટ મોકલી ફરિયાદીના ઘરે રેઇડ કરવાની ધમકી આપી ફરિયાદીના એકાન્ટમાથી રૂ.23,50,000 ટ્રાન્સફર કરી લેતાં પકડાયેલા આરોપીએ બીજા આરપીઓ સાથે મળીને પોતાના એકાઉન્ટમાં ફરિયાદીના રૂ. 7,00,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા.હાલ પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top