Home Archive by category Gujarat (Page 50)

Gujarat

ગુજરાતમાં કોરાનાનો કહેર ચાલી રહ્યો છે. જેમાં સૌથી વધુ અસર અમદાવાદ શહેરમાં જોવા મળી છે. અમદાવાદ શહેરમાં 2,378 પોઝિટિવ દર્દીઓ છે. જ્યારે અત્યાર સુધીમાં 109 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. બીજી તરફ શહેરમાં અત્યાર સુધી કોરોનાની લડાઈમાં 212 વ્યક્તિઓ સાજા થઇ પોતાના ઘરે ગયા છે.બીજી તરફ અમદાવાદ શહેરના જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર, બહેરામપુરા અને દાણીલીમડા […]
આગામી તા.3જી મેના રોજ લોકડાઉન પૂર્ણ થી રહયું તે પહેલા જ અમદાવાદના મનપાના કમિશ્નર વિજય નહેરાએ આજે રેડ ઝોન અને ઓરેન્ઝ ઝોન નોટિફાય કરી દીધો છે.એટલે 3જી મે પછી અમદાવાદના રેડ ઝોનમાં કોઈ રાહત મળે તેવી કોઈ શકયતા નથી. કમિશ્નર વિજય નેહરા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રેડ ઝોનમાં અમદાવાદના છ વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો […]
કોરોના વાયરસનું સંક્રમણ અમદાવાદ શહેરમાં વધતું જ જઇ રહ્યું છે. ત્યારે લોકોની સુરક્ષામાં ખડેપગે તૈનાત પોલીસ અધિકારી તથા કર્મચારી સહિત 92 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે તેમની સાથે ફરજ બજાવતા અન્ય 479 કર્મીઓને હોમ ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યાં છે. આ સામે 13 પોલીસ કર્મીઓ સાજા પણ થયા છે. નોંધનીય છે કે, દાણીલીમડા […]
રાજકોટના કાળમેઘડા ગામે રવિવારે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. ભર ઉનાળે કાળમેઘડા તેમજ આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ખાંભા પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ખાંભા શહેર, નાનુડી, ઉમરીયા, તતાણીયા, લાસા, ગિદરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. તૈયાર થયેલા પાક પર વરસાદ પડતા […]
રાજ્યના મોટાભાગનાં શહેરોમાં નાની-મોટી દુકાનો ખુલી જતા છેલ્લા લાંબા સમયથી લોકડાઉન ખુલવાની રાહ જોઈ રહેલા લોકોને એકંદરે રાહત મળી હતી. લોકો આવશ્યક ચીજ વસ્તુઓ ઉપરાંત કેન્દ્રીય ગૃહ વિભાગની ગાઈડલાઈન પ્રમાણે જે દુકાનો ખુલ્લી હતી ત્યાં ખરીદી કરતાં જોવા મળ્યા હતાં. રાજ્ય સરકારે ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સિવાયના શહેરોમાં નાના-મોટા દુકાનદારો માટે […]
કોરોના સામેના જંગમાં ચીનમાં હોસ્પિટલમાં રોબોટની મદદ લેવામાં આવી રહી છે. જો કે આ બાબતમાં હવે સુરતની નવી સિવિલ હોસ્પિટલ પણ પાછળ નથી. નવી સિવિલમાં કોરોનાના દર્દીઓને દવા-પાણી અને જમવા સહિતની સામગ્રીઓ રિમોટ ઓપરેટીંગ રોબોટીક ટ્રોલીમાં અપાશે. રોબોટીક ટ્રોલી ૨૦ કિલો વજન સાથે ૫૦ મીટરના અંતર સુધી ઓપરેટ થઈ શકશે. સુરત નવી હોસ્પિટલમાં રોબોટીક ટ્રોલી […]
કોરોનાને ફેલાતો અટકાવવા માટે મૂકાયેલા લૉકડાઉનમાંથી બહાર નીકળવા ભારત તૈયારી કરી રહ્યું છે ત્યારે આઇઆઇટી દિલ્હીના સંસોધકોએ તાજેતરમાં જે મોડેલિંગ તૈયાર કર્યું એ સૂચવે છે કે સાત રાજ્યોમાં કોરોના રાષ્ટ્રીય દર કરતા વધારે ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ સાત રાજ્યો છે: ઝારખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુપી, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ગુજરાત. દેશના કુલ કેસોના બે […]
આજે આખો દેશ લોકડાઉન છે. ત્યારે આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ રિસર્ચ, ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટી તેમજ કોલેજ લેવલના કોર્સ માટે સમયસર અરજી કરી શકશે નહીં. જે અંતર્ગત યુજીસી દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને તમામ યોજનાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અરજી કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. એટલે કે, હવે ઉમેદવારો 30 સપ્ટેમ્બર સુધી […]
છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટિવ અને કોરોનાના કારણે થતાં મોતના આંકડાઓ સવારે આપવાનું રાજ્ય સરકારે બંધ કરી દીધું છે, બે દિવસ પહેલા આરોગ્ય વિભાગે ટેસ્ટની સંખ્યા ઘટાડવામાં આવશે તેવું નિવેદન કર્યું હતું જેના પછી વિવાદ વકરતા આજે શનિવારે આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિએ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈ હજુ બે ત્રણ મહિના જેટલી […]
ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિ અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબ ગંભીર બની છે. પોઝિટીવ કેસો સાથે મૃત્યુઆંક વધી રહ્યો છે જ્યારે રિકવરીના આંકડા ઘટતા જાય છે. ભારતમાં કેરાલા એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં રિકવરી 70.48 ટકા જોવા મળી છે જ્યારે ગુજરાતમાં રિકવરી 7.44 ટકા છે. ગુજરાત એ સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર પછી સૌથી વધુ પોઝિટીવ કેસો ધરાવતું […]