SURAT

‘ગાડીમાંથી ઓઇલ લિકેજ થાય છે’ કહીને ગઠિયો મહિલા ડોક્ટરની મર્સિડિઝમાંથી પર્સ ચોરી ગયો

સુરત(Surat) : અઠવાલાઇન્સ પાસે હોટેલમાં (Hotel) જમવા આવેલા મહિલા ડોક્ટરની (Doctor) મર્સિડિઝ ગાડીમાં બેઠેલા ડ્રાઇવરને (Driver) અજાણ્યાએ ઓઇલ (Oil) લિકેજ થઇ રહ્યુ છે. કહીને ગાડીમાંથી 45 હજાર ભરેલું ડોક્ટરનું પર્સ (Purse) ચોરી કરી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વી.આર.મોલની પાછળ રિવ્યુલેટ એપાર્ટમેન્ટમાં રહેતા અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો. જેની મનુભાઇ શર્મા અન્ય એક ડોક્ટરની સાથે પોતાની મર્સિડિઝ ગાડીમાં અઠવાલાઇન્સ પાસે આવેલી હોટેલમાં જમવા માટે આવ્યા હતા. ડો. જેની અને તેમના મિત્ર જમીને પરત ગાડીમાં આવ્યા ત્યારે તેઓએ ગાડીમાં પોતાનું પર્સ જોયુ ન હતું. તેઓએ ડ્રાઇવર હેંમત શુક્લાને પુછતા તેણે કહ્યું કે, અડધા કલાક પહેલા એક યુવક આવ્યો હતો, આ યુવકે હિન્દીમાં ઓઇલ લિકેજ થવાનું કહી રહ્યો હતો. હેંમતે બીજા એક ડ્રાઇવરને ફોન કર્યો પરંતુ તે નહીં આવતા હેંમત જાતે જ ગાડીમાંથી ઉતરીને આગળ બોનેટના ભાગે તપાસ કરી તો ત્યાં ઓઇલના ડાઘા પડ્યા હતા. હેંમત ફરી ગાડીમાં બેઠો ત્યારે પાછળની શીટનો દરવાજો ખુલ્લો હોવાનો સિગ્નલ મળતા તેણે દરવાજો બંધ કરી દીધો હતો. હેંમત બોનેટમાં ચેક કરવા ગયો ત્યારે અજાણ્યો પાછળનો દરવાજો ખોલીને ડો. જૈનીનું 45 હજાર ભરેલું પર્સ ચોરી કરી ગયો હોવાની શંકા સાથે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પરબમાં મની ટ્રાન્સફરની દુકાન ચલાવતા ઈસમનો રસ્તો આંતરી લૂંટી લેવાયો
કામરેજ: પરબ ગામે મની ટ્રાન્સફર અને ટ્રાવેલ્સનો ધંધો કરતો યુવાન દુકાન બંધ કરીને ધંધાના રોકડા રૂ.2,35,000 તેમજ ટેબલેટ બેગમાં લઈને મોટરસાઈકલ પર હલધરૂ ઘરે જતા રસ્તામાં બે મોટરસાઈકલ પર સવાર ચાર અજાણ્યા ઈસમ બેગ ઝૂંટવીને નાસી છૂટ્યા હતા.
મૂળ કામરેજના કઠોર ગામે મુસ્લિમ ફળિયાના રહેવાસી અને હાલ હલધરૂ ગામે એસ.એન.સોસાયટીમાં મકાન નં.17માં જીસાનબાબા મુસ્તાક અલી સૈયદ (ઉં.વ.32) રહે છે. પરબ ગામે છેલ્લાં ચાર વર્ષથી ઓમ ઈન્ડસ્ટ્રીઝમાં ટ્રાવેલ્સ અને મની ટ્રાન્સફરનો ધંધો કરે છે. ગુરુવારે સવારે 9 કલાકે પોતાની દુકાન ગયા હતા. બપોરના કઠોર ખાતે દુકાન બંધ કરીને ગયા બાદ પરત દુકાન પર આવી રાત્રિના 9 કલાકે બંધ કરી પોતાની મોટરસાઈકલ નં.(જીજે 05 એલક્યૂ 3551) ઘરે જવા માટે નીકળ્યા હતા. રાત્રિના આશરે 9.30 કલાકે સુખ વેદાંત ઈન્ડસ્ટ્રીઝ ખુશ્બૂ ફાર્મ પાસે રોડ ઉપર જીસાનની મોટરસાઈકલની પાછળ બજાજ પલ્સર જેવી બે મોટરસાઈકલ પર ચાર અજાણ્યા ઈસમ બેસી કાળા રંગની બેગ ઝૂટવવાની કોશિશ કરતા બેગ ખેંચી રાખી હતી. બેગની પટ્ટી તૂટી જતાં બેગ ઝૂટવી લેતાં મોટરસાઈકલ સવાર જીસાન રોડ પર પટકાયો હતો. બેગમાં રહેલા રોકડા 2,35,000, ટેબલેટ કિંમત રૂ.10,000 લઈને નાસી છૂટ્યા હતા. જે અંગે કામરેજ પોલીસમથકમાં બે મોટરસાઈકલ સવાર ચાર અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે વધુ તપાસ મહિલા પીએસઆઈ જે.ડી.મીર કરી રહ્યાં છે.

Most Popular

To Top