Entertainment

કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં બોલીવુડ એક્ટ્રેસિસનો જલવો, પહેલીવાર રેડ કાર્પેટ પર પહોંચી આ અભિનેત્રીઓ

મુંબઈ: ફ્રાન્સના ફ્રેન્ચ રિવેરામાં કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ-2023 (Cannes Film Festival 2023) ની શરૂઆત થઈ ચૂકી છે. બોલીવુડ અને હોલીવુડ એક્ટ્રેસે રેડ કાર્પેટ પર પોતાના લુકથી ફેન્સને આકર્ષિત ર્ક્યા છે. આ ઈવેન્ટમાં બોલીવુડ એક્ટ્રેસ (Bollywood Actress) સારા અલી ખાને (Sara Ali Khan) પણ ડેબ્યૂ ર્ક્યો છે. કાન્સના રેડ કાર્પેટ પર સારાએ પોતાના લુકથી પ્રશંસા મેળવી છે. કાન્સના રેડ કાર્પેટ પ્રેજેન્સમાં તે સૌથી અલગ જોવા મળી હતી. તેણે દુલ્હનની જેમ તૈયાર થઈને ગ્રેન્ડ એન્ટ્રી લીધી હતી.

તો બીજી બાજુ કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ઉર્વશી રૌતેલાએ વોલ્યૂમિનસ પિંક ગાઉન પહેરીને લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું. તેણે ગોલ્ડન ‘મગરમચ્છ’ નેકલેસ અને મેચિંગ રેપ્ટાઈલ્સ પહેર્યા હતા. ઉર્વશીનો આ કાન્સ ફિલ્મ ફેસ્ટીવલનું ફર્સ્ટ લુક છે. એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો અને વીડિયો શેર ર્ક્યા છે. ફેન્સ તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક લોકો તેણે ‘મગરમચ્છ’ નેકલેસ માટે ટ્રોલ કરી રહ્યા છે. ઉર્વશીએ ફોટો-વીડિયો શેર કરવાની સાથે જ કેપ્શનમાં લખ્યું કે ‘76માં કાન્સ ફિલ્મ ફેસ્ટીવલના રેડ કાર્પેટની ઓપનિંગ…’

76માં કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ શામેલ થઈ છે. તેણે કાન્સમાં ડેબ્યૂ ર્ક્યો અને રેડ કાર્પેટની શોભા વધારી હતી. તે વ્હાઈટ કલરના આઉટફીટમાં કોઈ સિંડ્રેલાથી ઓછી લાગતી ન હતી. તેના ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’થી બોલીવુડ ડેબ્યુ ર્ક્યો હતો. આ ઈવેન્ટમાં Fovariના વ્હાઈટ કલરના ગાઉનની સાથે નેકપીસ પહેર્યો અને મિનિમલ મેકઅપમાં જોવા મળી હતી. રેડ કાર્પેટ પર તેનો કોન્ફિડેન્સ જોવાલાયક હતો.

કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ સૌથી વધુ રિસ્કી આઉટફીટ બોલીવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તાએ પહેર્યો હતો. જેની ચારેય તરફ ચર્ચા થઈ રહી છે. ઈશા આ આઉટફીટમાં ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી. ઈશાએ જ્યારે હાઈ સ્લીટ ગાઉનમાં વોક ર્ક્યું, ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ તેને જોતા જ રહ્યા. ઈશા ગુપ્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પણ શેર ર્ક્યો છે. જેમાં તે કહી રહી છે કે તે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2023માં ઈન્ડિયન ગવર્નમેન્ટ ડેલિગેશનનો ભાગ બનીને ખૂબ જ ખુશ છે. ઈશા ગુપ્તાએ કહ્યું કે ‘હું ભારત સરકાર અને ફિક્કીના પ્રતિ આભાર વ્યક્ત કરવા ઈચ્છુ છું. દુનિયાની સાથે-સાથે પૂરી દુનિયાની સામે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સમ્માનની વાત છે.’

કાન્સ 2023માં આ એક્ટ્રેસેસનો ડેબ્યૂ
કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ-2023માં આ વર્ષે ઈશા ગુપ્તા ઉપરાંત મૃણાલ ઠાકુર, સારા અલી ખાન, અનુષ્કા શર્મા અને માનુષી છિલ્લરે ડેબ્યુ ર્ક્યો. સિંગર કુમાર સાનૂની દીકરી શેનન પણ કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ડેબ્યૂ કરી રહી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 16 મેથી શરૂ થઈને 27મે સુધી ચાલશે.

Most Popular

To Top