સુરત : કતારગામના (Katargam) ઉત્કલનગરમાંથી કતારગામ પોલીસે (Police) બંધ ઝૂંપડપટ્ટીના ચોરખાનામાંથી પોલીસે રૂા.30.58 લાખની કિંમતનો 305 કિલો ગાંજો (Cannabis) પકડી પાડ્યો હતો. આ ગાંજો લાવનાર બે વ્યક્તિને પોલીસેપ કડી પાડીને ઓરિસ્સાવાસી એક યુવકને વોન્ટેડ જાહેર કરાયો હતો.
કતારગામ પોલીસે ઉત્કલ નગર ઝૂપડપટ્ટીમાં બંધ પડી રહેલી ખોલીઓ પૈકી બીલપડા ગલીમાં રેડ પાડી હતી. અહીં બે ઝૂંપડીઓની વચ્ચે રહેલી દિવાલની વચ્ચે ચોરખાના બનાવાયા હતા જેમાં ગાંજો સંતાડવામાં આવ્યો હતો. પોલીસે અહીં રેડ પાડીને તપાસ કરતા રૂા. 30.81 લાખની કિંમતનો 305 કિલો ગાંજો મળી આવ્યો હતો. બે દિવાલની વચ્ચે આ ગાંજો સંતાડવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે. પોલીસે આ ગાંજો લાવનાર અને અમરોલી કોસાડમાં રહેતા મુન્ના પાંડી અને ઉત્કલનગર અંબાજી મહોલ્લા પાસે રહેતા દીપક ઉર્ફે આલોક અશોકકુમાર પાંડીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત આ ઘટનામાં ગાંજાનો જથ્થો પૂરો પાડનાર નીલુ સાનિયા નાહક નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે દિપક અને મુન્નાની સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
દમણ એક્સાઈઝ વિભાગને બોટમાંથી આ તે શું મળી આવ્યું!
દમણ : સંઘપ્રદેશ દમણ (Daman) એક્સાઈઝ વિભાગ દ્વારા પ્રદેશના વિવિધ વિસ્તારોમાં અવૈદ્ય અને ગેરકાયદે દારૂની (Alcohol) હેરાફેરી તથા તેના વેચાણ કાર્ય કરનારાઓ સામે લાલ આંખ કરી સખ્ત કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. ત્યારે વિભાગની ટીમે મંગળવારે નાની દમણ જેટી કિનારે એક લંગારેલી બોટમાંથી (Boat) દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. વિભાગની ટીમે બોટમાંથી 6708 નંગ વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો કબજે કરી એક્સાઈઝ વિભાગની કલમ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.
પાતલીયાના માનસરોવર બાર એન્ડ રેસ્ટોરન્ટમાંથી પણ વહેલી સવારે એક મહિલા શંકાસ્પદ રીતે બહાર આવતી જોવા મળતા વિભાગની ટીમે બારમાં ઓચિંતો છાપો પાડતા બારની અંદર ગેરકાયદે દારૂનું વેચાણ થતું હોવાનું સામે આવતા એક્સાઈઝ વિભાગની ટીમે બારના સંચાલક સામે પણ એક્સાઈઝ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.