National

શિંદે-ફડણવીસ સરકારનાં મંત્રી મંડળનું વિસ્તરણ આવતીકાલે, 20થી વધુ મંત્રીઓ લેશે શપથ

મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)માં કેબિનેટ વિસ્તરણ(Cabinet expansion)ની ચર્ચા વચ્ચે એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આવતીકાલે એકનાથ શિંદે(Ek nath Shinde) અને દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) સરકાર(Government)નું કેબિનેટ વિસ્તરણ થઈ શકે છે. આ કેબિનેટમાં 20 થી વધુ મંત્રી (Minister)ઓ શપથ લઈ શકે છે. આ સિવાય મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર 10 ઓગસ્ટથી 18 ઓગસ્ટ દરમિયાન યોજાય તેવી શક્યતા છે કારણ કે 19 ઓગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર છે.

  • શિંદે કેબીનેટનું આવતીકાલે થઇ શકે છે વિસ્તરણ
  • શિંદે અને ફડણવીસે 30 જૂને લીધા હતા શપથ
  • 20થી વધુ મંત્રીઓ શપથ લઈ શકે છે

અગાઉ એવા અહેવાલ હતા કે મુખ્યમંત્રી એકનાથ શિંદે 15 ઓગસ્ટ પહેલા ઓછામાં ઓછા 15 મંત્રીઓનો સમાવેશ કરીને તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. દેવેન્દ્ર ફડણવીસને પત્રકારો દ્વારા વારંવાર પૂછવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ તમારી વિચારસરણી પહેલા થશે. તો સાથે જ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે સરકારના કામને કોઈપણ રીતે અસર થઈ નથી. તેમણે કહ્યું કે તેઓ અને નાયબ મુખ્યમંત્રી સરકારના નિર્ણયો લઈ રહ્યા છે. દરમિયાન શપથ ગ્રહણ સમારોહ રાજભવનના બદલે વિધાનસભામાં યોજાય તેવી શક્યતા છે અને મુખ્યમંત્રી એકનાથ શિંદેની દિલ્હી મુલાકાત બાદ કેબિનેટ વિસ્તરણને લીલી ઝંડી આપવામાં આવી હોવાની માહિતી સૂત્રોએ આપી છે.

દેવેન્દ્ર ફડણવીસનો ઈશારો
મહારાષ્ટ્રને લઈને એવી અટકળો ચાલી રહી હતી કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીને કારણે સરકારની રચના અટકી ગઈ છે. તો આ મામલે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કહ્યું કે કેબિનેટ વિસ્તરણ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયને એકબીજા સાથે કોઈ લેવાદેવા નથી. કેબિનેટનું વિસ્તરણ તમે ધારો તેના કરતાં વહેલું થશે. ફડણવીસે વધુમાં કહ્યું કે વિપક્ષના નેતા અજિત પવાર પાસે ટીકા કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. જો કે તેઓ એ ભૂલી ગયા હશે કે તેમના સમયમાં 32 દિવસ માટે માત્ર પાંચ મંત્રી હતા.

શિંદે અને ફડણવીસે 30 જૂને શપથ લીધા હતા
જણાવી દઈએ કે એકનાથ શિંદેએ શિવસેના સામે બળવો કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. આ પછી, 30 જૂને, એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાન તરીકે અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. ત્યારથી આ બંને બે સભ્યોની કેબિનેટ તરીકે કામ કરી રહ્યા છે. આમ કરીને NCP નેતા અજિત પવાર સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.

Most Popular

To Top