National

આંધ્ર પ્રદેશના પૂર્વ CMના નિર્માણાધીન કાર્યલય પર ચંદ્રબાબુનું બુલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો

નવી દિલ્હી: આંધ્ર પ્રદેશમાં (Andhra Pradesh) સત્તા ગુમાવવા સાથે જ ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી (YS Jagan Mohan Reddy) આંચકા પછી આંચકાનો સામનો કરી રહ્યા છે. અસલમાં આંધ્ર પ્રદેશની રાજધાની અમરાવતીમાં નિર્માણાધીન YSR કોંગ્રેસ કાર્યાલય (Office of Congress) પર ચંદ્રબાબુ નાયડુનું બુલડોઝર ફરી વળ્યું હતું. ત્યારે YSRCPના વડા જગન મોહન રેડ્ડીએ મુખ્યમંત્રી પર બદલાની રાજનીતિમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અમરાવતી કેપિટલ રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ શનિવારે કડક સુરક્ષા વચ્ચે તાડેપલ્લીમાં નિર્માણાધીન YSRCP ઓફિસ બિલ્ડિંગને તોડવાનું શરૂ કર્યું હતું. તેમજ તાડેપલ્લીમાં નવા વાયસીપી પાર્ટી કાર્યાલય પાસે નિર્માણાધીન બિલ્ડીંગમાં વહેલી સવારે ડિમોલિશનનું કામ શરૂ થયું હતું. થોડા દિવસોમાં પૂર્ણ થનાર આ ઈમારતને ખોદવાના મશીન અને બુલડોઝરની મદદથી તોડી પાડવામાં આવી હતી. તેમજ આજે સવારે 5:30 કલાકે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ મામલે YS જગન મોહન રેડ્ડીની પ્રતિક્રિયા સામે આવી હતી તેમણે પોતાની એક્સ પોસ્ટમાં કહ્યું, ‘ચંદ્રબાબુ આંધ્ર પ્રદેશમાં તેમના દમનકાંડાને એક નવા સ્તરે લઈ ગયા છે. એક સરમુખત્યારે તાડેપલ્લીમાં લગભગ પૂર્ણ થયેલ YSRC પાર્ટીના કેન્દ્રીય કાર્યાલયને બુલડોઝ કર્યું. હાઈકોર્ટના આદેશોની અવગણના કરવામાં આવી હતી. રાજ્યમાં કાયદો અને ન્યાય વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે.

YSR કોંગ્રેસ પર કોર્ટની અવમાનનાનો આરોપ
YSR કૉંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે બાંધકામ હેઠળની ઑફિસને તોડી પાડવામાં આવી રહી હતી જ્યારે YSRCPએ CRDAના પ્રારંભિક પગલાંને પડકારતાં હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારે કોર્ટે ડિમોલિશનની કોઈપણ પ્રવૃત્તિ થતી હોય તો તેની ઉપર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. YSRCPના વકીલ દ્વારા સીઆરડીએ કમિશનરને આ આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ કોર્ટન આદેશની અવમાનના અને તિરસ્કાર કરી આ બિલ્ડિંગ તોડી પાડવામાં આવી હતી.

અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવી હતી
અગાઉ હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC) એ YS જગન મોહન રેડ્ડીના લોટસ પોન્ડ નિવાસની બાજુમાં ફૂટપાથ પર ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતું. રેડ્ડીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાના 10 દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે જીએચએમસીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, મ્યુનિસિપલ અધિકારીઓએ જગનના આવાસની સામે ફૂટપાથ પર કમ્પાઉન્ડ વોલને અડીને આવેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું હતું. તેમણે કહ્યું કે આ ગેરકાયદેસર બાંધકામોનો ઉપયોગ સુરક્ષા કર્મચારીઓ કરી રહ્યા હતા.

Most Popular

To Top