‘હરાજી’ માટે સેંકડો ભારતીય મુસ્લીમ સ્ત્રીઓની તસ્વીર મૂકતી એપ્લિકેશન ‘બુલીબાઇ’ના મુખ્ય કાવતરાખોર ગણાવી વીસ વર્ષની વયના એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલી વ્યકિતઓમાં 18 વર્ષની હમણાં જ થયેલી એક છોકરીનો અને 20 થી 21 વર્ષની વયના ત્રણ યુવાનોનો પણ સમાવેશ થાય છે. આ આખા કૌભાંડ પાછળનું મુખ્ય ભેજું ભોપાલની વેલ્લોર ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના બેચલર ઓફ ટેકનોલોજી-બી ટેકના એક વિદ્યાર્થી છે! આ બુલીબાઇ એપ શું છે? જુવાનિયાઓ આવું કેમ કરતા હશે? નવા વર્ષના દહાડે ભારતની એંકરો પત્રકાર, સામાજિક કાર્યકર અને અન્ય અગ્રણી મુસ્લીમ સ્ત્રીઓની તસ્વીર અને અપમાનજનક નોંધ નવી એપ-બુલીબાઇ પર દેખાઇ. ‘ગિટહબ’ નામના એક મંચ પર રચાયેલી આ એપ્લીકેશને મુસ્લિમ સ્ત્રીઓની ઓનલાઇન હરાજી શરૂ કરી.
સ્ત્રીઓની મોટે ભાગે કરામતથી બનાવેલી તસ્વીરો એપ ખોલતાંની સાથે વપરાશકારોને જોવા મળી. સાથે લખાણ હતું ‘યોર બુલી બાઇ ઓફ ધ ડે’ આ એપ પર ખરેખર કોઇ સોદા થઇ શકતા ન હોવા છતાં ઓનલાઇન પજવણી કઇ રીતે થઇ શકે છે તેનો સ્પષ્ટપણે આ દાખલો છે. આવી એપ ભારતમાં છ જ મહિનામાં બહાર આવી હોવાનો આ બીજો દાખલો છે. ગયા વર્ષે જુલાઇમાં ‘સલ્લી ડીલ્સ’ નામની એક એપ આવી હતી. તે પણ ગિટહબ મંચ પર આવી હતી તેમાં પણ સેંકડો અગ્રણી મુસ્લીમ અગ્રણી સ્ત્રીઓની તસ્વીર મૂકી તે સ્ત્રીઓની ‘હરાજી’ કરવાની દરખાસ્ત હતી. સાથે લખાણ હતું: ‘યોર સલ્લી ડીલ ઓફ ધ ડે’.
‘ગિટહબ’ દ્વારા આ એપ પાછી ખેંચી લેવામાં આવી હતી છતાં કોઇ ધરપકડ કરાઇ ન હતી. દિલ્હી પોલીસે ‘સલ્લી ડીલ્સ’ના મામલે 2021 ના જુલાઇમાં તપાસ કરી ત્યારે પોલીસ અધિકારીઓએ ગિટહબને વપરાશકારોની માહિતી માંગતો પત્ર બે વાર લખ્યો પણ માઇક્રો સોફટની માલિકીની આ સાંફ્રાસિસ્કોની કંપનીએ જવાબ આપ્યો કે અમારે ભારતના ક્રિમિનલ પ્રોસીજર કોડ પાળવાનો નથી. ભારત બહારના ઓનલાઇન પ્લેટફોર્મ ભારતીય નાગરિકોને અસર કરતા સાયબર ગુનાની તપાસમાં વિલંબ કરી ભારતીય કાયદાના કેવા ધજાગરા ઉડાવે છે તેનું આ ઉદાહરણ છે.
નિષ્ણાતો ચેતવણી આપતા હતા તેવું જ થયું અને તેમનો ભય સાચો પડયો છે. અખબારી હેવાલ મુજબ તમામ ચાર આરોપીઓ સરેરાશ ભારતીય મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવે છે. અલબત્ત તેમની સામે નોંધાયેલા ગુનાની તપાસ થશે અને કાયદો તેનું પોતાનું કામ કરશે. પણ ચોંકાવનારી હકીકત એ છે કે ચારે આરોપી પાસે લેપટોપ, ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોન છે અને કોઇના પણ પરિવારને ખબર નથી કે તેમનું સંતાન શું કરે છે. પોતાના સંતાનની ધરપકડ થઇ ત્યારે તેમણે આઘાત અને આક્રોશ વ્યકત કર્યો. તત્કાળ બંધ કરવી પડે તેવી સૌથી મોટી ખામી એ છે કે આપણે એવી ખાતરીબધ્ધ વ્યવસ્થા કરવી પડશે કે આપણા યુવાનો ઇન્ટરનેટ પર કોઇ ગેરકાયદે પ્રવૃત્તિ નહીં કરે.
આ કિસ્સામાં મુખ્ય ભેજાબાજના પિતાએ કહ્યું કે મારો દીકરો તેનો મોટા ભાગનો સમય લેપટોપ પર પસાર કરતો હતો. મારો દીકરો ગુનેગાર નથી અને તેના પર જે આરોપ લગાવવામાં આવ્યો છે તે કામ તેણે નહીં જ કર્યું હોય. આ છોકરો કોઇ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે કે નહીં તે અદાલત નક્કી કરશે, પણ હકીકત એ છે કે પોલીસે તેને આ એપ પાછળના મુખ્ય ભેજા તરીકે પકડી પાડયો તે બતાવે છે કે કંઇક તો રંધાતું હતું. અખબારી હેવાલ મુજબ મુખ્ય આરોપી જે લેપટોપનો ઉપયોગ કરતો હતો તે તો રાજય સરકારે તેને એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે ઇનામમાં આપ્યું હતું.
આજે દેશનાં મોટા ભાગનાં કુટુંબોમાં આવું જ બને છે. મા બાપ પોતાના સંતાનની ઇન્ટરનેટ અને ઓનલાઇન પ્રવૃત્તિ પર અમુક હદથી વધારે નજર નથી રાખી શકતા. મોટા ભાગનાં મા-બાપ બાળક 14-15 વર્ષનું થાય ત્યાં સુધી નજર રાખી શકતા હોય છે, પછી કયાં તો તેઓ ખંચકાતા હોય છે અથવા બાળકો પોતાની ઓનલાઇન પ્રવૃત્તિઓ સંતાડવામાં વધુ કુશળ થઇ જાય છે. 2021 માં નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ફોર ચાઇલ્ડ રાઇટર્સ દેશનાં છ રાજયોમાં શાળાનાં બાળકોની મોજણી કરી હતી. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડીજીપી. ડી. શિવનંદને કહ્યું કે આ મોજણીમાં કેટલીક ચોંકાવનારી હકીકતો બહાર આવી.
મોજણીમાં આવરી લેવાયેલ આ આઠથી સત્તર વર્ષની વયનાં 42.9 ટકા બાળકોને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટસ હતા અને 37 ટકાના પોતાના ફેસબૂક એકાઉન્ટ હતા અને 45.5 ટકા ઇન્સ્ટાગ્રામમાં હતા. દસ વર્ષની વયનાં મોજણી કરાયેલ બાળકોમાંથી 38 ટકાને પોતાના ફેસબૂક એકાઉન્ટ હતા, પણ ફેસબૂકના નિયમ પ્રમાણે આ એપમાં જોડાવા માટે લઘુતમ ઉંમર 13 વર્ષની હોવી જરૂરી છે. 10 વર્ષનાં બાળકોમાંથી 24 ટકાને ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હતા. 52.8 ટકા બાળકોને ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને વ્હોટસ એપ ગપ્પા મારવા માટે વાપરતા હતા. આગળ સત્તર વર્ષની વયનાં 30 ટકા બાળકોને પોતાના સ્માર્ટ ફોન હતા. 70 ટકા બાળકો સૂઇ જતાં પહેલાં સ્માર્ટ ફોન વાપરતા હતા. 24 ટકા બાળકો ઊંઘતાં પહેલાં પથારીમાં સ્માર્ટ ફોન વાપરતા હતા.
કોરોના કરતાં મોટી મહામારી આપણા દેશમાં આ છે. દેશની કરોડરજ્જુ સમાન યુવા પેઢીને સ્માર્ટ ફોન, ઇન્ટરનેટ, લેપટોપ સોશ્યલ મીડિયા અને અન્ય ઓનલાઇન રોગોનો ચેપ લાગ્યો છે. આના પર ધ્યાન નહીં આપીશું તો આવનારી પેઢીઓ માટે ભયંકર પરિણામ આવશે. આ સવલતોના ઉપયોગ માટેનાં સાધનો પર મા-બાપનું નિયંત્રણ રહે તેવી જોગવાઇ કરવી જ પડશે. બાળક 14-15 વર્ષનું ન થાય ત્યાં સુધી તેને માટે સ્માર્ટ ફોન અને અન્ય સાધનો હોવાં જોઇએ અને ગેમિંગ માટે શોપિંગ બિલકુલ નહીં થવા જોઇએ. બાળકોની આ સાધનો પરની ખોટી પ્રવૃત્તિ થતી હોવાની શંકા જાય તો બાળકને વિશ્વાસમાં લઇને પૂછો અને જરૂર પડે નિષ્ણાતની મુલાકાત લો.સોશ્યલ મીડિયાની સવલત મર્યાદિત અને મા-બાપની દેખરેખ હેઠળ હોવી જોઇએ. ફોટો, વીડિયો વગેરે જેવી બજારોમાં વહેંચાતી ફાઇલ પર ચાંપતી નજર રાખો. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.