અમદાવાદ : કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં આજે રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ 2026-27 ને ગુજરાત વેપારી મહામંડળે (GCCI) એ વિકાસલક્ષી, સંતુલિત અને ભવિષ્યનિર્માણ કરતું બજેટ ગણાવ્યું છે. GCCI ના જણાવ્યા મુજબ આ બજેટ દેશની આર્થિક સ્થિરતા મજબૂત બનાવવાની સાથે ઉદ્યોગ, MSME, સ્ટાર્ટઅપ અને રોજગાર સર્જન માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
GCCI પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની આર્થિક સહનશક્તિ (Resilience) વધારવા માટે બજેટમાં યોગ્ય દિશા દર્શાવવામાં આવી છે. ₹12.2 લાખ કરોડના મૂડી ખર્ચ સાથે સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાત વેપારી મહામંડળે તેની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે MSME ક્ષેત્ર માટે લિક્વિડિટી સપોર્ટ, ક્રેડિટ ગેરંટી યોજના, સરળ નિયમો અને ટેક્નોલોજી આધારિત સુધારાઓનું GCCI એ સ્વાગત કર્યું છે.
ખાસ કરીને ₹10,000 કરોડના MSME ગ્રોથ ફંડ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે લેવામાં આવેલા પગલાંથી ગુજરાતના ઉદ્યોગકારોને નવી તકો મળશે.ઉદ્યોગ ક્ષેત્ર માટે બાયોમેન્યુફેક્ચરિંગ, ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિક વ્હીકલ, હાઇડ્રોજન, ડિજિટલ મેન્યુફેક્ચરિંગ અને સ્કિલ ડેવલપમેન્ટ જેવા ભવિષ્યનિર્માણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું દેશની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારશે. લોજિસ્ટિક્સ, શહેરી વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેના પ્રસ્તાવો ગુજરાતને મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડ હબ તરીકે વધુ મજબૂત બનાવશે. ઉપરાંત, ટેક્સ રિફોર્મ્સ, વ્યવસાય સરળતા અને નિયમનકારી સુધારાઓથી ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં સુધારો થશે. GCCI એ આશા વ્યક્ત કરી છે કે બજેટમાં કરાયેલાં પ્રસ્તાવો અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવશે તો ગુજરાત સહિત સમગ્ર દેશના ઉદ્યોગ, વેપાર અને સેવા ક્ષેત્ર માટે નવી ગતિ સર્જાશે.
કેન્દ્રીય બજેટ 2026-27 પર GCCIની પ્રતિક્રિયાના મુદ્દાઓ
- વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની આર્થિક સહનશક્તિ (Resilience) મજબૂત બનાવતું અને વિકાસ-કેન્દ્રિત બજેટ હોવાનું GCCI નું માનવું છે.
- ₹12.2 લાખ કરોડના મૂડી ખર્ચથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્પાદન ક્ષેત્ર અને વ્યાપક રોજગાર સર્જનને નોંધપાત્ર વેગ મળશે.
- MSME અને સ્ટાર્ટઅપ માટે લિક્વિડિટી સપોર્ટ, ક્રેડિટ ગેરંટી યોજના અને ₹10,000 કરોડના ગ્રોથ ફંડને ઉદ્યોગ જગતે આવકાર્યું છે.
- બાયોમેન્યુફેક્ચરિંગ, ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિક વ્હીકલ, હાઇડ્રોજન અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જેવા ભવિષ્યનિર્માણ ક્ષેત્રો પરનો ફોકસ ભારતની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારશે.
- સ્કિલ ડેવલપમેન્ટ, ઇનોવેશન અને ટેકનોલોજી અપનાવવાથી યુવાનો માટે રોજગારની નવી તકો સર્જાશે.
- લોજિસ્ટિક્સ, શહેરી વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેના પ્રસ્તાવો ગુજરાતને મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડ હબ તરીકે વધુ મજબૂત બનાવશે.
- ટેક્સ સુધારા, નિયમનકારી સરળીકરણ અને Ease of Doing Business પર ભાર ઉદ્યોગો માટે ખર્ચ ઘટાડનાર અને વિશ્વાસ વધારનાર છે.
- ઉત્પાદન, સેવા અને વેપાર ક્ષેત્ર માટે લાંબા ગાળાની સ્થિરતા અને વિકાસની સ્પષ્ટ દિશા બજેટમાં જોવા મળે છે.
- બજેટના પ્રસ્તાવોનો અસરકારક અમલ થાય તો ગુજરાત સહિત સમગ્ર દેશના ઉદ્યોગ અને વેપાર માટે નવી ગતિ સર્જાશે તેવી GCCI એ આશા વ્યક્ત કરી છે.