નવી દિલ્હી: દેશના નાણામંત્રી દેશનું 75મું બજેટ (Budget) રજૂ કરી રહ્યાં છે. મંત્રીએ જણાવ્યું છે કે ભારત દેશની 5મી અર્થવ્યવસ્થા બની ગયું છે. ત્યાં હવે લોકોની નજર વિશ્વના ટોપ-10ની અમીરોની યાદી ઉપર પણ ટકેલી છે. હાલની વાત કરીએ તો ગૌતમ અદાણીએ ટોપ-5માંથી સ્થાન ગુમાવ્યું છે. આ વચ્ચે મુકેશ અંબાણીએ ગૌતમ અદાણીને પછાડી દીધા છે. અદાણી કંપનીના શેરની કિંમતમાં છેલ્લાં કેટલાય સમયથી ધટાડો થઈ રહ્યો છે. અદાણીને છેલ્લાં 24 કલાકમાં 10 અરબ ડોલરનું નુકશાન થયું છે. તેઓ દસમાં સ્થાન ઉપર આવીને અટકયાં છે. મુકેશ અંબાણીની વાત કરીએ તો તે તેઓ પાસે 84.3 અરબ ડોલરની સંપત્તિ સાથે તેઓ નવમાં સ્થાન ઉપર છે. જયારે અદાણી પાસે 83.9 અરબ ડોલરની સંપતિ નોંધાય છે.
ટોપ-10 અમીરોની યાદીમાં પાછળ રહી ગયેલા અદાણી પણ એક દિવસમાં સૌથી વધુ સંપત્તિ ગુમાવનારા અબજોપતિઓની યાદીમાં સામેલ થઈ ગયા છે. $20.8 બિલિયનના એક દિવસીય ઘટાડા પછી, તે એલોન મસ્ક, જેફ બેઝોસ અને માર્ક ઝકરબર્ગની લાઈનમાં જોડાઈ ગયા છે. એલોન મસ્ક એક દિવસમાં સૌથી વધુ $35 બિલિયન, માર્ક ઝકરબર્ગ $31 બિલિયન અને જેફ બેઝોસે $20.5 બિલિયન ગુમાવ્યા હતા.
દુનિયાના અન્ય અમીર લોકોની વાત કરીએ તો ટોપ-10 અબજોપતિઓની યાદીમાં 214 બિલિયન ડોલરની નેટવર્થ સાથે બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વમાં પ્રથમ અને એલોન મસ્ક 178.3 બિલિયન ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે છે. જેફ બેઝોસ $126.3 બિલિયનની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. લેરી એલિસન $111.9 બિલિયન સાથે ચોથા, વોરેન બફે $108.5 બિલિયન સાથે પાંચમા, બિલ ગેટ્સ $104.5 બિલિયન સાથે છઠ્ઠા સ્થાને છે.
કાર્લોસ સ્લિમ હેલુ 91.7 અબજ ડોલરની સંપત્તિ સાથે અબજોપતિઓની યાદીમાં સાતમા સ્થાને છે. તેમાંથી લેરી પેજ 85.8 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના આઠમા સૌથી ધનિક વ્યક્તિ છે. તે જ સમયે, મુકેશ અંબાણી ફરી એકવાર ટોપ-10 અમીરોની યાદીમાં મજબૂત રીતે પાછા ફર્યા છે. મુકેશ અંબાણી $84.3 બિલિયનની નેટવર્થ સાથે ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાં નવમા સ્થાને છે. અદાણી હવે 83.9 બિલિયન ડોલર સાથે દસમા નંબરે છે.