ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 16 ફેબ્રુઆરીથી બજેટ સત્રની શરૂઆત થશે. રાજ્યપાલના સંબોધન સાથે બજેટ સત્ર શરૂ થશે અને બજેટ સત્ર 25 માર્ચ સુધી ચાલશે. કુલ 23 દિવસના બજેટ સત્રમાં 26 બેઠક મળશે. તા.17મી ફેબ્રુ.એ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજુ કરશે. રાજ્ય વિધાનસભાના ફેબ્રુઆરી 2026ના મધ્યમાં રજૂ થનારા નાણાકીય વર્ષ 2026-27ના સામાન્ય અંદાજપત્રના કદમાં અંદાજે 15 ટકાનો વધારો જોતાં તેનું કદ 4.25 લાખ કરોડ સુધી પહોંચે તેવી સંભાવના છે. રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇ નવા વર્ષનું બજેટ રજૂ કરવા જઇ રહ્યાં છે. ગુજરાતનું વર્તમાન નાણાકીય વર્ષનાં બજેટનું કદ 370250 કરોડ જેટલું છે પરંતુ દર વર્ષે થઇ રહેલા વધારાને જોતાં આગામી વર્ષે પણ બજેટના કદમાં વધારો તોળાઇ રહ્યો છે.
ટોચના સૂત્રો 15 ટકા જેટલો વધારો હોવાનો ઇશારો કરી રહ્યાં હોવાથી 55 હજાર કરોડનો વધારો જોવામાં આવી રહ્યો છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં શહેરીકરણનો વ્યાપ ખૂબ ઝડપથી વધી રહ્યો હોવાથી સરકાર ઉપર સંખ્યાબંધ પડકારો છવાયેલા છે. ચાલુ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની સંથાઓની ચૂંટણીઓ આવતી હોવાથી નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા કેટલીક જોગવાઇઓનો સમાવેશ કરવામાં આવશે.રાજ્ય વિધાનસભાના ફેબ્રુઆરી 2026ના મધ્યમાં રજૂ થનારા નાણાકીય વર્ષ 2026-27ના સામાન્ય અંદાજપત્રના કદમાં અંદાજે 15 ટકાનો વધારો જોતાં તેનું કદ 4.25 લાખ કરોડ સુધી પહોંચે તેવી સંભાવના છે. વિધાનસભા સત્રના પ્રથમ દિવસે, તા. 16 ફેબ્રુઆરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કરશે. ત્યારબાદ તા. 17 ફેબ્રુઆરી 2026ના રોજ નાણામંત્રી દ્વારા નાણાકીય વર્ષ 2026-27નું રાજ્યનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. આ સાથે વર્ષ 2011-12, 2014-15, 2015-16 અને 2018-19ના વધારાના ખર્ચના પત્રકો તેમજ વર્ષ 2025-26ના પૂરક ખર્ચના પત્રકો પણ ગૃહ સમક્ષ રજૂ કરવામાં આવશે.