ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા નાણાકીય વર્ષ 2026-27નું ₹53.5 લાખ કરોડનું કદ ધરાવતું કેન્દ્રિય બજેટ ‘વિકસિત ભારત 2047’ની સ્પષ્ટ બ્લુપ્રિન્ટ અને આગામી 25 વર્ષનો રોડમૅપ છે, તેમ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.
આજે પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા–ગાંધીનગર ખાતે કેન્દ્રિય બજેટ વિશે મીડિયા સાથેની વાતચીતમાં વિશ્વકર્માએ જણાવ્યું હતું કે,, રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ એ મોદી સરકારની ઓળખ રહી છે અને આ બજેટ ભારતના ‘સ્ટ્રોંગ સ્ટેપ ફોર રાઈટ ડિરેક્શન’ અભિગમને સ્પષ્ટ કરે છે. આ બજેટ યુવાશક્તિ, નારીશક્તિ, કિસાન શક્તિ, શ્રમિક અને ઉદ્યમી શક્તિને કેન્દ્રમાં રાખી Make in India અને Local to Globalના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આ બજેટ ત્રણ મુખ્ય સ્તંભો પર આધારિત છે – (1) આર્થિક વિકાસને વેગ (2) નાગરિકોની આશા-આકાંક્ષાઓની પૂર્ણતા અને (3) સૌના સાથ, સૌના વિકાસના સિદ્ધાંત સાથે વિકાસના લાભો અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા..આ બજેટમાં મહિલા સશક્તિકરણ, આરોગ્ય-મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ, કનેક્ટિવિટી, સંસ્કૃતિ-પર્યટન, કૃષિ-ગ્રામ વિકાસ, પશુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ, સંરક્ષણ, રમતગમત, MSME, સ્ટાર્ટઅપ અને AIના સકારાત્મક ઉપયોગ પર વિશેષ ભાર મૂકાયો છે.
ગુજરાત સંદર્ભે વાત કરતાં વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુજરાત MSME અને મેન્યુફેક્ચરિંગ હબ છે. બજેટમાં MSME અને ટેક્સટાઇલ ક્ષેત્રે જાહેર થયેલી છ યોજનાઓથી રાજ્યના ઉદ્યોગોને મોટો બૂસ્ટ મળશે અને રોજગારની નવી તકો ઊભી થશે.5 લાખથી વધુ વસ્તી ધરાવતા ટિયર-2 અને ટિયર-3 શહેરોને ‘સિટી ઇકોનોમિક રીજન’ બનાવવાની જાહેરાતથી ગુજરાતના અનેક શહેરોને વિકાસની નવી દિશા મળશે.તેમણે જણાવ્યું કે, લોથલ અને ધોળાવીરા સહિત દેશના 15 પુરાતત્વ સ્થળોના વિકાસ, દાનકુનીથી સુરત સુધીનો ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર, જામનગર સ્થિત WHOના ગ્લોબલ મેડિકલ સેન્ટરનું અપગ્રેડેશન, તેમજ મ્યુનિસિપલ બોન્ડ માટેના પ્રોત્સાહનો ગુજરાત માટે મહત્વપૂર્ણ છે.આ સાથે ગિફ્ટ સિટીમાં 20 વર્ષ માટે ટેક્સ હોલિડે લંબાવવાના નિર્ણયથી વૈશ્વિક રોકાણ અને રોજગાર સર્જનને વેગ મળશે.
વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, મહિલાઓના સ્વરોજગાર માટે ‘શી માર્ટ્સ’ (Self Help Entrepreneur Mart) શરૂ કરાશે. સ્વસહાય જૂથોને વધુ નાણાકીય સહાય અને તાલીમથી 10 કરોડથી વધુ મહિલાઓ આર્થિક રીતે સશક્ત બનશે.દરેક જિલ્લામાં મહિલા હોસ્ટલ બનાવવાનો નિર્ણય નારી સશક્તિકરણ તરફનું દુરંદેશી પગલું છે.AVGC ક્ષેત્રમાં વધતી માંગને ધ્યાનમાં રાખી 15,000 શાળાઓ અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ સ્થાપી 2030 સુધીમાં લગભગ 20 લાખ પ્રોફેશનલ માટે રોજગાર તકો ઊભી કરાશે.
AI આધારિત Bharat Vistaar Tool દ્વારા ખેડૂતોને પોતાની ભાષામાં પાક, હવામાન અને બજાર માહિતી મળશે.પશુપાલન-ડેરી ક્ષેત્રે 20,000થી વધુ વેટરિનરી ડોક્ટરોને તાલીમ, મત્સ્ય ઉદ્યોગ માટે 500 નવા જળાશયો અને અમૃત સરોવર, તથા ઊંચી કિંમતવાળા પાકોને પ્રોત્સાહન આપવામાં આવશે – જેના લાભ ગુજરાતના ખેડૂતોને પણ મળશે.કૅન્સરની 17 દવાઓ પર ઈમ્પોર્ટ ડ્યુટી દૂર કરવાથી 7થી વધુ ગંભીર બીમારીઓની દવાઓ સસ્તી બનશે. સાથે 5 રીજનલ મેડિકલ હબ અને 3 આયુષ AIIMS દ્વારા મેડિકલ ટુરિઝમને વેગ મળશે.બજેટમાં 7 હાઇ-સ્પીડ રેલ કોરિડોર, 20 નવા નેશનલ વોટરવેઝ, ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન 2.0, 5 ટેક્સટાઇલ પાર્ક, 3 કેમિકલ પાર્ક, ‘સમર્થ 2.0’, ‘રાષ્ટ્રીય ફાઇબર’ યોજના સહિત અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ જાહેર કરવામાં આવી છે.જગદીશ વિશ્વકર્માએ અંતમાં જણાવ્યું કે, આ રિફોર્મ એક્સપ્રેસ બજેટ વિકસિત ભારતના પાયાને મજબૂત કરતું બજેટ છે.
- રૂ. 53.5 લાખ કરોડનું બજેટ ‘વિકસિત ભારત 2047’ની બ્લુપ્રિન્ટ
- રિફોર્મ–પરફોર્મ–ટ્રાન્સફોર્મ મોદીસરકારની ઓળખ, રીફોર્મ એક્સપ્રેસને વધુ ગતિ
- યુવાશક્તિ, નારીશક્તિ, કિસાન અને ઉદ્યમીને કેન્દ્રમાં રાખતું યુવાશક્તિ-ડ્રિવન બજેટ
- MSME, મેન્યુફેક્ચરિંગ અને ટેક્સટાઇલ ક્ષેત્રે મોટા બૂસ્ટથી રોજગાર સર્જન તેજ
- ટેક્સટાઇલ ક્ષેત્રની 6 યોજનાઓથી સુરત સહિત ગુજરાતના ઉદ્યોગોને સીધો લાભ
- GIFT City માટે 20 વર્ષનો ટેક્સ હોલીડે, વૈશ્વિક રોકાણ અને નોકરીઓમાં વધારો
- દાનકુની–સુરત ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરથી ગુજરાતની લોજિસ્ટિક શક્તિ મજબૂત
- જામનગર WHO ગ્લોબલ મેડિકલ સેન્ટરનું અપગ્રેડેશન, મેડિકલ ટુરિઝમને વેગ
- લોથલ–ધોળાવીરા સહિત વારસાગત સ્થળોના વિકાસથી પર્યટનમાં વધારો
- બજેટ દરેક જાહેરાત યુવાનોના સપનાઓ અને સામાન્ય નાગરિકોની આશાને પાંખ આપનારું