સુરત શહેરના જાહેર પરિવહનનો ગૌરવ માનાતા BRTS બસ સ્ટેશનો આજે જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયેલા આ સ્ટેશનોની દયનીય સ્થિતિએ હવે મનપા કમિશ્નરને પણ નારાજ કર્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી મનપા કમિશ્નર નાગરાજન વિવિધ ઝોનમાં અચાનક મુલાકાતે પહોંચી રહ્યા છે, જ્યાં તેમણે BRTS સ્ટેશનોની વાસ્તવિક સ્થિતિ નિહાળી અને મુસાફરો સાથે સીધી ચર્ચા કરી.જો કે મુલાકાત દરમિયાન અનેક સ્ટેશનો પર ગંદકીના ઢગલા, તૂટેલો ગેટ,ખરાબ સીટો, ખરાબ લાઇટિંગ અને અધૂરા સિવિલ વર્ક જેવી ગંભીર ખામીઓ સામે આવી હતી,એટલું જ નહીં, બસ રૂટ દર્શાવતા બોર્ડ પણ સ્પષ્ટ રીતે નજરે ન પડતા મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી હોવાની પણ ફરિયાદ ઉઠી છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલા સ્ટેશનોનું નિયમિત મેન્ટેનન્સ કેમ નથી થતું? આશ્ચર્ય ની વાત છે એવો સવાલ મનપા કમિશ્નરે અધિકારીઓને કરવાની ફરજ પડી
મુસાફરો ને પડતી હાલાકી પરિવહન ની દુર્દશા જોઈ મનપા કમિશ્નરે અધિકારીઓ સાથે બેઠક યોજી ,યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં કમિશ્નરે સ્પષ્ટ તાકીદ કરી કે સફાઈ, લાઇટ વર્ક અને સિવિલ વર્ક સહિતની તમામ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. દરેક વિભાગ અને ઝોનને પોતાની જવાબદારી નિભાવવાની કડક સૂચના આપવામાં આવી છે.“જાહેર સુવિધા માટે બનાવેલા પ્રોજેક્ટમાં બેદરકારી સહન નહીં કરવામાં આવે,” એમ કમિશ્નરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હોવાનું મનપા અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું, જો કે આ તમામ ને લઈને પરિવહન સમિતિ ના ચેરમેન સોમનાથ મરાઠે એ જણાવ્યું હતું કે કેટલીક બસો ની હાલત BRTS સ્ટેશનો ની હાલત ડેપો ઇન્ચાર્જ ના ની બેદરકારી ના કારણે તેમના મિસ મેનેજમેન ના કારણે થઇ છે,જેથી તેઓને ૨૮ ફેબુઆરી સુધી તમામ ખામીઓ સુધારવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે,જો અગામી તારીખ સુધી બસો નું મેન્ટેનેશ નહી થશે તો ચોક્કસ થી જવાબદારો ઉપર કાર્યવાહી કરવા અંગે ની પણ અધિકારીઓને સુચના આપવામાં આવી છે
BRTS ઉપરાંત સાયન્સ સેન્ટર ભવનની હાલતથી પણ કમિશ્નર નાખુશ જણાયા હતા. કરોડો રૂપિયાના ખર્ચે ઉભું કરાયેલું આ સ્પેશિયલ પ્રોજેક્ટ યોગ્ય જાળવણીના અભાવે પોતાની ચમક ગુમાવી રહ્યું છે. અઠવા ઝોનને સાયન્સ સેન્ટરની જાળવણી માટે વિશેષ ધ્યાન આપવા સૂચના આપવામાં આવી છે. હાલમાં કેટલીક ગેલેરીઓના રીસ્ટ્રક્ચરિંગ અને રીડેવલપમેન્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા પ્રગતિ હેઠળ હોવાનું પણ જાણવા મળે છે.સુરત શહેરવાસીઓમાં પણ આ મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે. મુસાફરોનું કહેવું છે કે BRTS જેવી સુવિધા શહેર માટે ગૌરવ છે, પરંતુ તેની હાલત સુધારવા તંત્રએ ગંભીરતા દાખવવી જરૂરી છે.હવે જોવાનું એ રહેશે કે કમિશ્નરની તાકીદ બાદ BRTS સ્ટેશનો અને સાયન્સ સેન્ટરની સ્થિતિમાં કેટલો ઝડપી અને અસરકારક સુધારો થાય છે. શહેરની જનતાની નજર હવે તંત્રની કામગીરી પર ટકેલી છે.