World

મહારાણીની અંતિમયાત્રા વખતે લંડનના બિગબેન ટાવર પરથી સતત ઘંટારવ થશે

લંડન: બ્રિટનના (Britain) દિવંગત મહારાણી એલિઝાબેથની (Queen Elizabeth) દફનવિધિ સોમવારે યોજાનાર છે ત્યારે આજે રાજમહેલ (Rajmahal) તરફથી અંતિમયાત્રા (Funeral Procession) અને દફનવિધિનો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ મહારાણીનો પાર્થિવ દેહ કે જે હાલ વેસ્ટમિન્સ્ટર હોલ ખાતે પ્રજા અંતિમદર્શન કરી શકે તે માટે રાખવામાં આવ્યો છે તેને અંતિમયાત્રામાં વેસ્ટમિન્સ્ટર એબે ખાતે લઇ જવાની તૈયારીઓ સોમવારે વહેલી સવારથી શરૂ થઇ જશે. સોમવારે સવારે ૬.૩૦ કલાકે જાહેર અંતિમ દર્શન બંધ થશે અને અંતિમયાત્રાની તૈયારીઓ શરૂ થશે.

  • સવારે ૧૧ કલાકે દફનવિધિ શરૂ થશે અને તે સમયે આખું બ્રિટન બે મિનિટનું મૌન પાળશે
  • સોમવારે સવારે ૬.૩૦ કલાકે જાહેર અંતિમ દર્શન બંધ કરાશે અને અંતિમયાત્રાની તૈયારીઓ શરૂ કરાશે

મહારાણીનો જનાઝો લશ્કરી વાહન પર મૂકવમાં આવશે અને તેને વેસ્ટ મિન્સ્ટર એબે ખાતેના ચર્ચ ખાતે અંતિમવિધિ પહેલાની પ્રાર્થના માટે લઇ જવામાં આવશે. આ અંતિમયાત્રામાં કિંગ ચાર્લ્સ, રાજકુટુંબના સભ્યો અને ઉચ્ચ લશ્કરી અધિકારીઓ કોફિનની સાથે પગપાળા ચાલશે. જેમણે કોવિડ-૧૯ના રોગચાળા સામેની લડતમાં મહત્વનો ફાળો આપ્યો હતો તેવા લોકો સહિતના ૨૦૦ ખાસ પસંદ કરાયેલા લોકોને પણ આ અંતિમયાત્રામાં સાથે ચાલવા દેવાશે. અંતિમયાત્રા વેસ્ટમિન્સ્ટર હોલથી નિકળે અને વેસ્ટમિન્સ્ટર એબે ખાતે પહોંચે ત્યાં સુધી લંડનના વિશ્વપ્રસિધ્ધ બિગબેગ ટાવરનો ઘંટ સતત રણકતો રહેશે. વેસ્ટમિન્સ્ટર એબેના દરવાજા સવારના આઠ વાગ્યાથી ખોલી દેવાશે જેથી ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સહિતના વિશ્વના રાષ્ટ્રવડાઓ તથા અન્ય મહાનુભાવો તેમની બેઠક લઇ શકે. સવારે ૧૧ વાગ્યે દફનવિધિની પ્રક્રિયાઓ શરૂ થશે અને તે સમયે આખુ બ્રિટન બે મિનિટનું મૌન પાળશે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે મહારાણીને તેમના પતિ પ્રિન્સ ફિલિપની બાજુમાં વિન્ડસર કેસલ એસ્ટેટના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. જો કે દફનવિધિની કૌટુંબિક ક્રિયાઓ સાંજ સુધી ચાલશે.

Most Popular

To Top