SURAT

લાંચિયા જોડીએ શહેરને લૂંટ્યું! 15 લાખની માંગણીમાં ACBનો ધડાકો, 4 લાખ લઈને આરોપી ફરાર

સુરત શહેર ફરી એકવાર ભ્રષ્ટાચારના કાળા ચહેરા સામે ઊભું રહ્યું છે. Surat Municipal Corporationના વર્ગ-1ના અધિકારી અને કથિત પત્રકાર વચ્ચેની લાંચિયા સાંઠગાંઠનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. વિકાસ અને કાયદાની આડમાં સામાન્ય નાગરિકને દબાવી લાખો રૂપિયાની ઉઘરાણી કરવાનો ગંદો ખેલ ચાલતો હતો. પરંતુ આ વખતે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એટલે કે Anti-Corruption Bureauએ જાળ બિછાવી આખી ગેમ ઉઘાડી પાડી છે.

લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા પર આરોપ છે કે તેમણે બાંધકામ ન તોડવાના બદલામાં 21 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ભારે રકઝક બાદ સોદો 15 લાખમાં નક્કી થયો. સવાલ એ છે કે શું શહેરના વહીવટી તંત્રમાં બેઠેલા જવાબદાર અધિકારીઓ હવે ખુલ્લેઆમ “સોદાબાજી” કરશે? શું કાયદો માત્ર સામાન્ય માણસ માટે જ છે? ગેરકાયદે વસુલાત માટે વચેટિયાની ભૂમિકા ભજવતો મહંમદઇસ્માઇલ ઉર્ફે પરવાના પઠાણ, જે પોતાને પત્રકાર કહે છે, એણે ઓફિસ ને જ લાંચ લેવાની જગ્યા બનાવી દીધી. લોકોની અવાજ બનવાનું દંભ કરનાર એ વ્યક્તિએ જ લોકોનો વિશ્વાસ વેચી નાખ્યો! 19 ફેબ્રુઆરીએ 4 લાખનો પહેલો હપ્તો લેવા માટે ગોઠવાયેલ ટ્રેપ દરમિયાન ACBની ટીમ સતર્ક હતી. ફરિયાદી પાસેથી રકમ સ્વીકાર્યા બાદ પત્રકાર ફિલ્મી અંદાજમાં નાસી છૂટ્યો,પરંતુ કાયદાની પકડથી કેટલા દિવસ બચી શકશે?

આ સમગ્ર ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે કેટલાક ભ્રષ્ટ તત્વો માટે પદ, પ્રતિષ્ઠા કે પત્રકારિતાનો આડંબર માત્ર ઢાલ છે. અંદરથી આખી વ્યવસ્થા સડતી જાય છે. સામાન્ય નાગરિક પોતાની મહેનતની કમાણી બચાવવા અધિકારીઓની ચકરગિન્ની કરે, અને સામે બેઠેલા લોકો કરોડોની યોજનાઓમાં નહીં પરંતુ સીધા “લાંચના દર” નક્કી કરે ,આ પરિસ્થિતિ અસહ્ય છે.હાલ બંને આરોપીઓ સામે ગુનો નોંધાયો છે અને તપાસ તેજ બની છે.

ACB દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન થયા છે. શહેર હવે એક જ પ્રશ્ન પૂછે છે શું આ માત્ર બે વ્યક્તિઓનો ગુનો છે કે આખી સાંકળ કામ કરી રહી છે?સુરતની જનતા હવે કડક કાર્યવાહી માંગે છે. ભ્રષ્ટાચારના આ ગંદા ચહેરાઓને કાયદાનો કડક પાઠ ભણાવવો જ પડશે. નહિ તો “વિકાસ”ના નામે વિશ્વાસનું ડિમોલેશન થતું રહેશે!

૧..મનાઈ હુકમ પછી ધમકીઓ, રકઝક બાદ ‘સેટિંગ’નો ખુલાસો
૨..સુરત શહેરમાં ડિમોલેશન અટકાવવાના નામે મોટો સોદો બહાર આવ્યો છે.
૩..સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના પ્લોટ નં. 134-135 મામલે ઘટના બની.
૪..ગત નવેમ્બર માસમાં Surat Municipal Corporation દ્વારા મનાઈ હુકમની નોટિસ ફટકારાઈ હતી.
૫..ત્યારબાદ ફેબ્રુઆરીમાં મનપાએ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી.
૬..પ્રાથમિક તબક્કે તોડકામ કરી 1.70 લાખ રૂપિયા ચાર્જ વસૂલાયો.
૭..છતાં બાકીનું બાંધકામ યથાવત રહેતાં ચર્ચાઓ શરૂ થઈ.
૮..આ દરમિયાન આરોપીઓએ ફરિયાદી પાસે 21 લાખ રૂપિયાની માંગણી કરી.
૯..“બાકીનું બાંધકામ નહીં તોડાય” એવી ખાતરીના બહાને દબાણ બનાવાયું.
૧૦.ફરિયાદી અને આરોપીઓ વચ્ચે લાંબી રકઝક ચાલી.
૧૧..અંતે 21 લાખમાંથી 15 લાખમાં સોદો નક્કી થયો હોવાનો આક્ષેપ.
૧૨ ..મામલો બહાર આવતા શહેરમાં હલચલ મચી ગઈ છે.
૧3..હવે તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું રહ્યું

Most Popular

To Top