નવી દિલ્હી: વૈશ્વિફ ફલક ઉપરની મોટી બ્રાન્ડ કંપનીઓમાં (Brand Companies) એક પછી એક છટણીનો દોર ચાલી રહ્યો છે. હવે પેપ્સીની ઉત્પાદક કંપની પેપ્સીકો (PepsiCo) તેના ઉત્તર અમેરિકી સ્નેક્સ અને બેવરેજીસ (Snecks And Beverages) વર્ટિકલ્સના હેડક્વૉટરમાંથી સેંકડો લોકોની છટણી કરવા જઈ રહી છે. જેને લઇને કર્મચારીઓમાં ચિંતા પેઠી છે. આ છટણી કંપનીના ઉત્તરી અમેરિકી ડ્રીંક બિઝનેસને અસર કરશે જે ન્યૂયોર્ક ખાતે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના સ્નેક્સ અને પેકેજ્ડ-ફૂડ બિઝનેસનું હેડક્વોર્ટર અનુક્રમે શિકાગો અને ટેક્સાસમાં આવેલા છે.
- ગયા મહિને એમેઝોન, ફેસબુક, ટ્વિટરથી લઈ તોપચેટ અને માઈક્રોસોફ્ટ
- જેવી મોટી કંપનીઓએ છટણીની જાહેરાત કરી હતી અનેક કર્મચારીઓને છુટા કાર્ય હતા
- આ કંપની વિશ્વભરમાં આશરે 309,000 લોકોને રોજગારી આપે છે
આ કંપની વિશ્વભરમાં આશરે 309,000 લોકોને રોજગારી આપે છે
ફૂડ અને ડ્રીંક્સ બનાવતી આ કંપની વિશ્વભરમાં આશરે 309,000 લોકોને રોજગારી આપે છે. જે પૈકી અમેરિકામાં 1,29,000 લોકોને રોજગારી આપે છે. પ્રાપ્ત વિગતો મુજબ આ કંપનીએ તેમના દ્વારા કરાયેલી છટણી ના અનુસંધાનમાં માહિતી આપતા કહ્યું હતું કે, આ પ્રક્રિયા અમે સંગઠનને સરળ અને વધુ કુશળ કરવા માટે કરી રહી છે. સ્નેક્સની તુલનામાં ડ્રિંક બનાવવા સાથે જોડાયેલ વર્ટિકલમાં વધારે છટણી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે પેપ્સીકો તેના નામના કોલ્ડ ડ્રીંક ઉપરાંત ડોરિટોસ નાચોસ, લેઝ પોટેટો ચિપ્સ અને ક્વેકર ઓટ્સ તૈયાર કરે છે.
વધી રહેલી કિંમતોને નિયંત્રિત કરવાના ભાગરૂપે કંપનીએ આ નિર્ણય કર્યો
પેપ્સી સહિત અન્ય ફૂડ અને ડ્રીંક્સ કંપનીઓ રો મટીરીયલ, તથા ટ્રાન્સપોર્ટસ, મેન પાવરના સંબંધિત ખર્ચમાં મોટાભાગનો ઘટાડો કરવા માટે આ પગલુ ભરી રહી છે. વધુમાં કંપનીના વડા ઓ જણાવી રહ્યા હતા કે વધી રહેલી વૈશ્વિક કિંમતોને નિયંત્રિત કરવાના ભાગરૂપે કંપનીએ આ નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વધતી કિંમત વચ્ચે પણ કરિયાણાના સ્ટોર્સ ખાતે ખાદ્ય ચીજવસ્તુઓની માગ ઘણી જ મજબૂત અને સ્થિર પણ છે.
હવે આ સિલસિલો આગળ ચાલી રહ્યા છે
ગત ઓક્ટોબરમાં પેપ્સીકંપનીએ વધતી કિંમતો વચ્ચે ત્રીજા ત્રિમાસિક ગાળામાં વધુ સારું વેચાણ નોંધાવ્યું હતું. ત્યારબાદ તેણે સમગ્ર વર્ષ દરમિયાન આવક તથા કમાણીને લગતા અંદાજમાં વધારો નોંધાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને એમેઝોન, ફેસબુક, ટ્વિટરથી લઈ તોપચેટ અને માઈક્રોસોફ્ટ જેવી મોટી કંપનીઓએ પોતાને ત્યાં છટણીની જાહેરાત કરી હતી. એમેઝોને એક હજારથી પણ વધારે કર્મચારીઓની, તોપચેટ 1280 કર્મચારીઓને નોકરી પરથી હટાવવાની જાહેરાત કરી ચુકયા છે. હવે આ સિલસિલો આગળ ચાલી રહ્યા છે. તોપચેટ જેવી કંપનીએ તો તેના ત્રિમાસિક પરિણામો ખૂબ જ નબળા જાહેર કર્યાં છે અને આશરે જંગી ખોટ નોંધાવી છે. આ સંજોગોમાં કંપનીએ ભરતીની પ્રક્રિયા બંધ કરી છટણીની જાહેરાત કરી હતી.