National

કોઈ પણ બ્રાન્ડની દારૂની એક બોટલ પર એક બોટલ ફ્રી અને એક પેટી પર એક પેટી….

નવી દિલ્હી(New Delhi): દિલ્હીમાં યમુનાપારમાં કેટલીય જગ્યાઓ પર દારૂની દુકાનો (Liquor stores) પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. કારણ કે, આ સામાન્ય દિવસો નથી. શરાબશોખીનો પોતપોતાની મનપસંદ બ્રાન્ડ (Brand) ખરીદવા માટે એટલાબધા ઉતાવળા હતા કે રોડ પર જ્યાં જગ્યા મળી ત્યાં આડી-અવળી, સીધી-ત્રાસી ગાડી પાર્ક કરીને દારૂ ખરીદવા માટે લાઇનમાં (Line) ઊભા રહી ગયા હતા. આમ આડેધડ ગાડીઓ (Car) પાર્ક (Park) થઈ જતાં કેટલીય જગ્યાએ લોકોએ ટ્રાફિકજામનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, દારૂ ખરીદવા દરમિયાન કોઈ ઝઘડા ન થાય એ માટે વાઇન-શોપ્સ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડ્યો હતો.

દિલ્હીના શાહદરાના વિકાસ મોલમાં દારૂની બે દુકાન ખુલી હતી. બન્ને દુકાનો પર એટલી લાંબી લાઇન હતી કે, મોલની અંદર જ લાઇનને વાળવી પડી હતી. ”ભાઈ, દારૂ ખરીદવા માટે અચાનક આટલી મોટી ભીડ કેમ છે?” એવું પૂછવામાં આવતાં લાઇનમાં ઉભેલા શરાબશોખીનોએ કહ્યું કે, ”દુકાન પરથી કોઈ પણ બ્રાન્ડની બોટલ ખરીદો એક બોટલ પર એ જ બ્રાન્ડની બોટલ ફ્રી મળે છે. એટલું જ નહીં, એક પેટી ખરીદો તો એ જ બ્રાન્ડની એક પેટી ફ્રીની ઓફર ચાલી રહી છે.”
દારૂ ખરીદવા માટે મારામારીની સ્થિતિ શાહદરા સ્થિત વિકાસ મોલ પર જ નહીં, પરંતુ મોતીરામ રોડ પર પણ જોવા મળી છે. આ જ રીતે જીટી રોડ, લોની રોડ પર પણ ગાડીઓની લાઇન લાગી ગઈ છે. દુકાન પર કામ કરતાં એક કર્મચારીએ કહ્યું હતું કે, આ ઓફર 28 ફેબ્રુઆરી સુધી ચાલુ છે.

પીઠોરમાં પોલીસને જોઈ બાઇકચાલક દારૂનું બોક્સ મૂકી ફરાર
ભરૂચ: વાલિયાના પીઠોર ગામે મધરાત્રે મોટરસાઈકલ ચાલક પોલીસની બેટરીનો ઈશારો જોઇને સીમમાં વિદેશી દારૂનું બોક્સ-હોન્ડા યુનિકોર્ન મૂકીને ભાગી છુટતાં રૂ.૨૯ હજારનો મુદ્દામાલ ઝડપાયો હતો. વાલિયા પોલીસને બાતમી મળી હતી કે, પીઠોર નવી વસાહતથી પીઠોર ગામે જ્રવાના ત્રણ રસ્તા પર એક મોટરસાઇકલનો ચાલક ઈંગ્લિશ દારૂની પેટી લઈને ઈટકલા ગામ તરફ જઈ રહ્યો છે. જે બાબતે તા.૧૧/૨/૨૦૨૨ના રોજ મધરાત્રે દોઢેક વાગ્યાની આસપાસ પીઠોર ગામ પાસે હોન્ડા યુનિકોર્ન મોટરસાઈકલ નં.(GJ-૧૬,CK-૫૫૪૦)ને પોલીસ ટીમ બેટરી મારીને રોકવાના પ્રયાસ કરતાં ચાલક ખેતરમાં મૂકીને ભાગી છૂટ્યો હતો. પોલીસ મોટરસાઈકલ પાસે જતાં એક પૂઠાના બોક્સમાંથી રૂ.૪૦૦૦નો દારૂ તેમજ મોટરસાઇકલ કિંમત રૂ.૨૫ હજાર કુલ કિં.રૂ.૨૯ હજારનો મુદ્દામાલ ઝડપાયો હતો. વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top