બોટાદ: ઘણીવાર લગ્નજીવન (MARRIED LIFE) માં પતિ-પત્ની વચ્ચે અણબનાવ થાય ત્યારે વાત છુટાછેડા સુધી પહોચી જતી હોય છે. પરંતુ છૂટાછેડા લીધા બાદ પતિએ પત્નીને ભરણપોષણ માટે જે તે રકમ દર મહીને આપવાની હોય છે. ત્યારે બોટાદમાં રહેતા હિતેશભાઈ યાદવના લગ્ન થોડા વિલંબથી થયા પરંતુ લગ્નના થોડા મહિના બાદ જ પત્ની દ્વારા શહેરમાં ધંધા માટે જવા કહેવાયું. અને એવું નક્કી થયું કે હિતેશભાઈ એકલા શહેરમાં જશે અને જ્યાં સુધી ધંધો સેટ ન થાય ત્યાં સુધી પત્ની પિયરમાં રહેશે.
શહેર જવું પણ મોંઘુ પડ્યું
મહત્વનું છે કે આત્મવિશ્વાસ (SELF CONFIDENCE) સાથે હિતેશભાઈ શહેરમાં ધંધા માટે જાય છે. અને શહેરમાં જઇને ખુબ મહેનતથી ભેગી કરેલી તમામ મુડી ધંધામાં રોકી નાખે છે. રાત દિવસ જોયા વિના ખુબ જ મહેનત કરે છે,ધીમે ધીમે ધંધો સેટ થવા લાગે છે. ત્યાં નોટબંધી આવી અને સેટ થયેલો ધંધો ધીમે ધીમે વિખેરાવા લાગ્યો અને એક સમયે સંપુર્ણ ધંધો ઠપ્પ થઈ ગયો.બહારથી લાવેલા પૈસા ચુકવવા માટે પણ ઘરે પડેલા માતાપિતાના દાગીનાઓ તથા તેના લગ્નમાં કરાવેલા દાગીનાઓ વહેંચીને દેવું ભરપાઈ કરવનો વારો આવ્યો હતો. જો કે વાત આટલે ન અટકી અને અચાનક એક દિવસ હિતેશભાઈ ને કેન્સર હોવાની જાણ થઇ.
પત્નીએ કોર્ટના ધક્કે ચડાવ્યા
હિતેશભાઈએ પત્નીને કહ્યું કે આવી રીતે થયું છે તો તમે ગામડે આવી જાવ પણ પત્નીએ ઇન્કાર કરી દીધો. હિતેશભાઈ હિમત ન હાર્યા અને પહેલા સારવાર પર ધ્યાન આપી મિત્રોની મદદથી તેમજ ઉધાર લીધેલા પૈસાથી ચુકવણી કરી હતી. કેન્સર (CANCER)ની સારવાર બાદ તેઓ શારીરિક રીતે પણ ભાંગી પડ્યા હતા. અને પત્નીએ આવા કપરા સમયમાં સાથ તો ન આપ્યો પણ એક દિવસ કોર્ટ માંથી કાગળો આવ્યા. વકીલે કહ્યું કે તમારા પત્નીએ તમારા ઉપર ખાધાખોરાકીનો કેસ કર્યો છે એટલે તમારે કોર્ટમાં જવું પડશે.
આખરે વ્યથા સોશિયલ મીડિયા પર ઠાલવી
મહત્વનું છે કે એક બાજુ બીમારી અને બીજી બાજું આવું થયું છતાં પણ હિંમત હાર્યા વગર કોર્ટમાં તેઓ હાજરી આપતા હતા. અને કોર્ટ ના આદેશ મુજબ પત્નીને હવે ભરણપોષણ આપવું ફરજીયાત બનતા હિતેશભાઈ આર્થિક ભીંસમાં હતા એટલે રૂપિયા ચૂકવી ન શકતા તેણે જેલમાં જવાનો વારો આવ્યો હતો. એક બાજુ કેન્સર જેવી ગંભીર બીમારી અને બીજી બાજુ જેલમાં સમય વિતાવવો પડ્યો. દિવસો પાસા થયા અને હવે આજે તેઓ પોતાની વ્યથા સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) પર ઠાલવી રહ્યા છે.
જાણો શું લખ્યું પોસ્ટમાં
હિતેશભાઈ પોતાની ફેસબુક પોસ્ટ (FB POST)માં જણાવે છે કે “આમ તો માંગવુ એ મરવા સમાન કહેવાય, એ પણ મારા માટે તો ખાસ, કારણ કે આટલા વર્ષો મા ગમેતેવી તકલીફો આવી છે છતા પણ મેં જાત મહેનત કરીને એ તકલીફો ને દુર કરવાની કોશિશો કરી છે અને ગમે તે પરિસ્થિતિમા પણ એ બધી તકલીફો દુર કરી છે અને સ્વમાનથી જીંદગી જીવ્યો છું. આમ તો મારી આ માંગણી જોઈને લોકો હાંસી કરશે કારણ કે આવી માંગણી હજુ સુધી કોઈએ નહીં કરી હોય અને હાંસી નુ બીજું કારણ પણ છે કે પુરુષ આવી માંગણી કરે તો હાંસી ને પાત્ર બને છે કારણ કે ” સ્ત્રીની વેદનાને વાચા હોય છે જ્યારે પુરષની વેદના મુંગી હોય છે.