National

અમૃતસરમાં બે શખ્સોએ કારની નીચે બોમ્બ મુક્યો, ફૂટે તે પહેલા જ કાર માલિકે…

પંજાબ: અમૃતસર(Amritsar)ની પોશ કોલોનીમાં કાર(Car)ની નીચે બોમ્બ(Bomb) મૂકતા બે માસ્ક પહેરેલા મોટરસાઇકલ પર સવાર યુવકો સીસીટીવી(CCTV) કેમેરામાં કેદ થયા હતા. ત્યાંથી નીકળતા એક યુવકે માસ્ક પહેરેલા યુવકોની શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ યુવકે બંનેને બોલેરો કારની નીચે કંઈક રાખતા પણ જોયા હતા. આ પછી કારના માલિકને માહિતી આપવામાં આવી હતી. કાર માલિકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ(Police) ટીમે બોલેરોને પોતાના કબજામાં લઈ તમામ લોકોને ત્યાંથી હટાવ્યા હતા.

SI દિલબાગ સિંહની કાર નીચે બોમ્બ મુકવામાં આવ્યો હતો
આ બોમ્બ પંજાબના અમૃતસરના રણજીત અવિન્યુના સી બ્લોકમાં સબ ઈન્સ્પેક્ટર દિલબાગ સિંહની ગાડી નીચે મુકવામાં આવ્યો હતો અને સ્થળ પરથી એક ડિટોનેટર મળી આવ્યું છે. સીસીટીવી ફૂટેજમાં બે અજાણ્યા લોકો જોવા મળી રહ્યા છે. સીસીટીવીમાં બે અજાણ્યા મોટરસાયકલ સવારો કારમાં બોમ્બ મૂકતા જોવા મળ્યા હતા. ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી તપાસ્યા બાદ જાણવા મળે છે કે મોટરસાઇકલ પર સવાર યુવક બોલેરો કારની નીચે કંઈક રાખતો હતો. બીજી તરફ બીજો યુવક આગળથી મોટરસાઈકલ ફેરવીને પાછો આવે છે અને બોમ્બ પ્લાન્ટ કર્યા બાદ બંને યુવકો નાસી છૂટ્યા હતા. પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી છે.

SIએ શું કહ્યું?
પંજાબ પોલીસ સબ ઈન્સ્પેક્ટર દિલબાગ સિંહને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સોમવારે રાત્રે મોટરસાયકલ પર બે લોકો સીસીટીવીમાં કેદ થયા હતા, સફેદ કુર્તા પહેરેલા બે અજાણ્યા લોકો કારના નીચેના ભાગે બોમ્બ લગાવતા જોવા મળ્યા હતા. આ ઘટના અંગે ખુદ એસઆઈએ જણાવ્યું હતું કે તેમને અગાઉ પણ ઘણી વખત ધમકીઓ મળી હતી અને તેમણે આ અંગે પોલીસને જાણ કરી હતી. દિલબાગ સિંહે પોતે કહ્યું હતું કે તેણે આતંકવાદ વિરુદ્ધ કામ કર્યું હતું અને 5 જૂને તેને ધમકીઓ મળી હતી. તેઓએ દલ ખાલસાનો ઉલ્લેખ કર્યો અને આ માહિતી પોલીસ અધિકારીઓને આપી હતી.

કાર સાફ કરવા આવેલા યુવકે બોમ્બ વિશે જણાવ્યું
આ ઘટનાનો વિડિયો સીસીટીવીમાં કેદ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે લોકો બાઇક પર બેસીને તેમના ઘરની બહાર પાર્ક કરેલી દરેક કલરની બોલેરો કારની નીચે વિસ્ફોટકો મૂક્યા છે. સવારે કાર સાફ કરવા આવેલા યુવકે એસઆઈને આ માહિતી આપી હતી. આ યુવકના કારણે અમૃતસરમાં બોમ્બ બ્લાસ્ટ થતા બચી ગયો છે.

Most Popular

To Top