મુંબઈ: માધુરી દીક્ષિત એક એવી બોલીવુડ (Bollywood) અભિનેત્રી છે, જેણે પોતાના અભિનયની સાથે ચાહકોને પોતાના ચાર્મ અને ગ્રેસથી દિવાના બનાવ્યા છે. ‘ધક ધક’ ગર્લ માધુરી દીક્ષિત આજે પણ ચાહકોના દિલ પર રાજ કરે છે. માધુરી હજી પણ મનોરંજનની દુનિયામાં ખૂબ જ સક્રિય છે. તે પોતાની પર્સનલ (Personal) અને પ્રોફેશનલ લાઈફને (Professional life) સારી રીતે બેલેન્સ કરે છે. પરંતુ તેમ છતાં લોકો તેને ઘરે બેસીને ઘરના કામ કરવાની સલાહ આપતા હતા.
મળતી માહિતી મુજબ માધુરી દીક્ષિતે હાલમાં જ પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તેણે લગ્ન કર્યા અને માતા બની ત્યારે તેના પ્રત્યે લોકોનો અભિગમ બદલાઈ ગયો હતો. માધુરીએ કહ્યું કે લોકો તેના ડાન્સિંગ પર સવાલ ઉઠાવતા હતા અને તેને ઘરે બેસીને ઘરનું ધ્યાન રાખવાનું શીખવતા હતા. તેમજ તેને આ માટે ઘણાં લોકો તરફથી ટોણા પણ મળતા હતાં. જો કે, તેણે કહ્યું કે તે લોકોના આ શબ્દોથી ક્યારેય પ્રભાવિત થઈ નથી.
માધુરીએ કહ્યું દરેક લોકોની વિચારસરણી જુદી હોય છે. તેના લગ્ન તેમજ માતા બન્યા પછી એવા ઘણા લોકો હતા જે કહેતા કે હવે તમે માતા બન્યા છો, તો તમે શા માટે ડાન્સ કરી રહ્યા છો? કૃપા કરીને ઘરે બેસીને તમારા ઘરની સંભાળ રાખો. જેના જવાબમાં માઘુરીએ જણાવ્યું હતું કે મને લાગે છે કે આપણે આ બધી વસ્તુઓ કામની સાથે કરીએ છીએ. જે લોકો દ્વારા તેને ટોણાં મળ્યા હતા તેઓને પાઠ ભણાવતા માધુરીએ આગળ કહ્યું- આપણું પોતાનું પણ અલગ વ્યક્તિત્વ છે. તમારી પોતાની લાગણીઓ, ઇચ્છાઓ છે. અભિનેત્રીએ કહ્યું- મહિલાઓએ તે પણ કરવું જોઈએ જે તેઓના પસંદ હોય. આ ઉપરાંત તેણે વઘારામાં જણાવ્યયું ઘર પરિવારને સાંભળો, પણ તમે જે ઈચ્છો છો તે પણ કરો.
માધુરી દીક્ષિત વિશે વાત કરીએ તો, તે તેના પરિવાર અને તેના કામને ખૂબ સારી રીતે સંતુલિત કરે છે. આ દિવસોમાં માધુરી સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જામાં જોવા મળી રહી છે. શોમાં અભિનેત્રીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. માધુરી દરેક એપિસોડમાં પોતાની ડાન્સ કુશળતા ફેલાવતી જોવા મળે છે. માધુરી આજે પણ તેના ચાહકોના દિલ પર રાજ કરે છે.