મુંબઈ: બોલિવૂડમાં (Bollywood) આવ્યા પછી અને તેમાં પણ એકવાર સ્ટાર બન્યા પછી ડાઉન ટુ અર્થ રહેવું મુશ્કેલ હોય છે. પરંતુ જો વાત કરીએ ઓલ ટાઈમ સોરી એવરગ્રીન એવરીવન્સ ફેવરીટ એકટર અમિતાભ બચ્ચનની તો તેઓ આજે પણ ડાઉન ટુ અર્થ જોવા મળે છે. 80 વર્ષેય અમિતાભ બચ્ચન સોશ્યિલ મીડિયા (Social Media) પર એક્ટિવ જોવા મળે છે. તેઓ કંઈકને કંઈક પોતાના ફેન્સ (Fans) સાથે શેર કરતા હોય છે. આ વખતે પણ તેઓએ એવી વાત શેર કરી છે કે જે આપણને સૌને ચોંકાવી દે. આ વખતે અમિતાભે સન્ડે મીટ અંગેની વાત ફેન્સ સાથે શેર કરી હતી. જેમાં તેઓ જણાવે છે કે તેઓ પોતાના ફેન્સને મળે છે ત્યારે ચપ્પલ કાઢીને મળે છે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન પોતાના ચાહકોને ઘણું જ માન અને પ્રેમ આપે છે.
અમિતાભ બચ્ચને થોડા સમય અગાઉ પોતાના બ્લોગમાં સન્ડે મીટની તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાંથી એક તસવીરમાં અમિતાભ ચાહકોને મળવા જતાં પહેલાં ચંપલ ઉતારે છે અને પછી ચાહકોને મળે છે. હવે આ સાંભળીને તેમજ જોઈને તમામને સવાલ થાય કે આટલા મોટા સ્ટાર અને તે પોતાના ફેન્સને ચપ્પલ કાઢીને મળે! તેમણે ચંપલ કેમ કાઢ્યા, તે વાતનું કારણ આપતા તેમણે કહ્યું હતું કે ચાહકો તરફથી તેઓને જે પ્રેમ મળે છે તે માટે તેઓની તેમના ફેન્સ પ્રત્યે આ ભક્તિ છે અને તેથી જ તે આમ કરે છે. જણાવી દઈએ કે દર રવિવારે અમિતાભ બચ્ચન પોતાના બંગલા જલસાની બહાર ચાહકોને મળતા હોય છે.
બિગ બીએ વધારામાં જણાવ્યું હતું કે તેઓએ એક વાતને ધ્યાન ઉપર લીધી છે કે હવે તેઓના ચાહકોની સંખ્યામાં ઘટાડો થયો છે અને ફેન્સ તરફથી જોવા મળતા ઉત્સાહમાં પણ ધટાડો થયો છે. તેઓએ જણાવ્યું કે હવે તેઓને જોતા લોકોની ખુશીની ચિચિયારીની જગ્યાએ મોબાઇલ કેમેરા જોવા મળે છે. આ એ વાતનો સંકેત છે કે સમય બદલાઈ ગયો છે. સમય સાથે તમામ વસ્તુ બદલાય છે અને આ પણ કદાચ એ જ વાતનો સંકેત છે.
સન્ડે મીટ 37 વર્ષથી ચાલે છે
1982માં ‘કુલી’ના શૂટિંગ દરમિયાન બિગ બી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અમિતાભ બચ્ચન અંદાજે બે મહિના હોસ્પિટલમાં રહ્યા હતા અને 2 ઓગસ્ટ, 1982ના રોજ ઘરે પરત ફર્યા હતા. ત્યારબાદથી અમિતાભ બચ્ચન દર રવિવારે મુંબઈમાં હોય ત્યારે જલસામાં ચાહકોને મળતા હોય છે. ઘણીવાર તેમની સાથે દીકરી શ્વેતા, દીકરો અભિષેક, વહુ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યા પણ હોય છે.