Entertainment

કેટરિના બની મિસીસ કૌશલ: સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે શાહી લગ્નની તસ્વીરો

બોલિવુડમાં (Bollywood) જયારે પણ ભવ્ય લગ્ન થશે ત્યારે કેટરિના-વિકકીનાં (Ketrina Kaif-Viki Kaushal) લગ્નને (Marriage) સૌથી પહેલા યાદ કરાશે. કેટરિના-વિકકીએ રાજસ્થાનમાં (Rajasthan) સવાઈ માધવપુરમાં સ્થિત સેંસેસ ફોર્ટ બરબાડામાં ભવ્ય રીતે સાત ફેરા લીધા છે. તેમજ આ જોડીની પહેલી ઝલક બહાર આવી ગઈ છે. કેટરીનાએ લાલ કલરનો લહેંગો પહેર્યો હતો. આ સાથે તેણે વાળમાં ગજરો, હાથમાં ચૂડો, નથ, માંગ ટીકો વગેરે પહેર્યું હતું. કેટરીના દુલ્હાનના સોળે શણગારથી સજજ થઈ હતી. જયારે વિકીએ ઓફ વ્હાઈટ કલરની શેરવાની પહેરી હતી. જાણે તેઓની જોડી સ્વર્ગમાંથી જ બની હોય એવા લાગી રહ્યા હતાં.

આ લગ્નમાં બોલિવૂડની અમુક હસ્તીઓ જ હાજર રહી હતી તેમજ લગ્નમાં 120 લોકોએ જ હાજરી આપી હોવાની માહિતી મળી રહી છે. ધણી બધી બોલિવુડની નામચીન હસ્તીઓ લગ્નમાં જોવા મળી હતી જેમાં નેહા ધૂપિયા, અંગદ બેદી, કબીર ખાન, કરણ જોહર, ફરાહ ખાને હાજરી આપી હતી . આ લગ્ન હિંદુ રીતિ-રિવાજો મુજબ થયા હતા. જે કિલ્લામાં તેઓ લગ્ન કરવાના હતાં તે કિલ્લાને તેઓએ કાળા કપડાથી ઢાંકી દીધો હતો. લગ્નમાં તમામ બારાતીઓએ એકસરખી પાધડી પહેરી હતી. લગ્નમાં આવેલા મહેમાનોને લગ્નના ફોટો કે વીડિયો બહાર નહીં પાડવાનું જણાવવામાં આવ્યું હતું. લગ્નમાં ગુજરાતી તથા રાજસ્થાની વાનગીઓ પિરસવામાં આવશે.


જાણકારી મળયા મુજબ આ લગ્નનો 75% ખર્ચો કેટરિનાઓ ઉઠાવ્યો હતો. તે એક ફિલ્મના 9 થી 10 લાખ રૂપિયા લે છે અને દર વર્ષે લગભગ 23 કરોડની કમાણી પણ કરે છે, જ્યારે વિકીની નેટવર્થ કેટરિના કરતા ઓછી છે. વિકી કૌશલે કેટરિના સાથે સાત ફેરા લેતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. વિક્કી કૌશલ અને કેટરિનાએ મહેંદી ફંકશન દરમિયાન સરખાં રંગના આઉટફિટ્સ પહેર્યા હતા. કેટરિનાએ મરૂન રંગનો ડ્રેસ પહેર્યો હતો અને વિક્કીએ તે જ રંગનો કુર્તો પહેર્યો હતો.

આ પહેલા 7 તથા 8 ડિસેમ્બરના રોજ તેઓની સંગીત સેરેમની હતી. જોકે હોટલની બહાર કડક ચોકી પહેરો રાખવામાં આવ્યો હતો. હોટલની અંદર ચાલતા વિવિધ ફંક્શનના ફોટો કે વીડિયો પર બેન રાખવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે કેટરિના અને વિકીને તેમના લગ્નના ફૂટેજ રિલીઝ કરવા માટે OTT પ્લેટફોર્મ દ્વારા 100 કરોડની ઓફર કરવામાં આવી છે.

Most Popular

To Top