મુંબઈ: પ્રિયંકા ચોપરા પછી ફરીવાર બોલિવૂડ (Bollywood) ચર્ચામાં આવ્યું છે. હાલમાં જ પ્રિયંકાએ ખૂલાસો કર્યો હતો કે તેને તેનાં કરિયરમાં ધણાં એવા રોલ ઓફર કરવામાં આવ્યાં હતા કે તે કરવાની તેની માતાએ તેને ના પાડી દીધી હતી. આજે પ્રિયંકા ગ્સોબલ એકટ્રેસ છે. હોલિવૂડમાં પણ તેને કમાલ કર્યો છે. આ ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કરણ જોહર હંમેશા ચર્ચામાં રહે છે. કોઈક વાર તેની ફેશનનાં લીધે તો કોઈક વાર તેની પાર્ટીઓના લીધે આ ઉપરાંત તે પોતાની કોમેન્ટ્રીઓના કારણે પણ વિવાદોમાં આવતો રહે છે. ત્યારે હવે કરણનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે અનુષ્કા વિશે બોલતતો હોય તેવું સાંભળી શકાય છે.
જાણકારી મુજબ વીડિયોમાં કરણ એવું બોલે છે કે તે અનુષ્કા શર્માનું કરિયર તેના શરૂઆતી સમયમાં જ ખરાબ કરી દેવા માગતો હતો. જો કે આવું કરવામાં તેને સફળતા મળી ન હતી. આ ઉપરાંત આ પહેલા પણ કંગના રનૌતથી લઈ ધણાં સેલેબ્સે કરણ પર નેપોટિઝમ, રાજનિતિ તેમજ ગુટબાજીનો આરોપ લગાવ્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે અનુષ્કા વિશે આ વાત કરણે ખુલે આમ કહી હતી અને સ્વીકારી પણ હતી કે હા તેણે આવું કર્યું હતું. જાણકારી મુજબ જે ઈવેન્ટમાં કરણે આ વાત સ્વીકારી હતી તે વર્ષ 2016માં યોજાઈ હતી.
વીડિયોમાં જોઈ શકાય છે કે કરણ જોહર કહે છે, “જ્યારે આદિત્ય ચોપરાએ મને તેનો ફોટો બતાવ્યો, ત્યારે મેં કહ્યું ના, ના! શું તમે પાગલ છો. તમે આને સાઇન કરી રહ્યા છો. તમારે આ ફિલ્મમાં અનુષ્કા શર્માને સાઇન કરવાની જરૂર નથી.” આ પછી પણ જ્યારે આદિત્ય ચોપરાએ અનુષ્કાને સાઈન કરી ત્યારે તેણે અનુષ્કા અને શાહરૂખ ખાનની ફિલ્મ ‘રબ ને બના દી જોડી’ કમને જોઈ હતી.
આ વીડિયો વાઈરલ થતાં જ લોકો તેના પણ કોમેન્ટ પણ કરી રહ્યાં છે. અપૂર્વ અસરાનીએ ગુરુવારે ટ્વિટ કર્યું હતું કે “કરણ જોહરે 2016માં રાજીવ મસંદ અને અનુપમા ચોપડા સામે કબૂલાત કરી હતી કે, ‘હું અનુષ્કા શર્માની કારકિર્દીને ખતમ કરવા માગતો હતો’.” જયારે અન્ય યુઝરે આ ફીડ પર શેર કરીને પોતાનો અભિપ્રાય આપ્યો કે “કોઈનો એકમાત્ર શોખ છે કે તે લોકોની કારકિર્દી બનાવવા અથવા ખરાબ કરે. જો બોલિવૂડ ગટરમાં છે, તો તે કેટલાક લોકોના ગંદા કામનાં કારણે છે. “