નવી દિલ્હી : બલિવુડ (Bollywood) ફિલ્મ ઇન્સ્ટ્રી (Film Industry) હવે સારી રીતે સમજી ગઈ છે કે શો બીઝને દર્શકો ઠુકરાવી રહ્યા છે. ફિલ્મની સ્ક્રીપટથી લઇને ભરપૂર મસાલો જ ફિલ્મોને સુપર ડુપર હિટ કરાવે છે, તેથી જ તો સાઉથની ફિલ્મો (South Movies) બોક્સ ઓફિસ ઉપર રૂપિયાની ટંકશાળ પાડે છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. છેલ્લા બે વર્ષમાં બૉલીવુડ ઇન્ડસ્ટ્રીને દર્શકોએ નકારી દેતા હવે ખરેખર ઇન્ડસ્ટ્રીને ખબર પડી કે આખરે એવો કયો કરીઝ્મા સિનેમા સુધી દર્શકોને લાવવામાં મજબુર કરશે !! ખેર હવે બૉલીવુડના અભિષેક બચ્ચનને (Abhishek Bachchan) હાથ ખરેખર જેકપોટ લાગ્યો હોઈ તેવું જરૂરથી કહી શકાય. તેઓ હવે સાઉથ તરફ વળ્યાં છે. તેમને મળેલી ઓફર તેમણે સ્વીકારી લીધી છે. તેઓ તમિલ ફિલ્મ (Tamil Film) કુરૂપપુની KD રીમેકમાં જલ્દીથી નજર આવશે.
- અભિષેક બચ્ચનને હાથ ખરેખર જેકપોટ લાગ્યો હોઈ તેવું જરૂરથી કહી શકાય
- ઓ હવે સાઉથ તરફ વળ્યાં છે.તેમને મળેલી ઓફર તેમણે સ્વીકારી લીધી
- તેઓ તમિલ ફિલ્મ કુરૂપપુની KD રીમેકમાં જલ્દીથી નજર આવશે.
ફિલ્મની વાર્તા અનકન્ડીશનલ સંબંધો ઉપર આધારિત છે
તમિલ ભાષાના કેડીનું શૂટિંગ તમિલનાડુના અધિકતર ભાગમાં થયું છે. જ્યારે હિન્દી વર્ઝનનું શૂટિંગ હાલમાં ભોપાલમાં થઈ રહ્યું છે. ઘણા રિપોર્ટ્સમાં ફિલ્મનું શિડ્યુલ 60 દિવસનું જણાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ફિલ્મને આવતા વર્ષના ઉનાળામાં રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ફિલ્મ વિશે વાત કરીએ તો, તે આઠ વર્ષના બાળક સાથે એક વૃદ્ધના સંબંધોને લઇ મનોરંજન ફિલ્મની મુખ્ય વાર્તા છે.ફિલ્મમાં કેડીને ખબર પડે છે કે તેનો પરિવાર તેને મારી નાખવા માંગે છે. જ્યારે તે ઘરેથી ભાગી જાય છે અને તેની મુસાફરીમાં એક યુવાન છોકરાને મળે છે ત્યારે ફિલ્મની કહાની વળાંક લે છે.
આ ફિલ્મ વર્ષ 2019માં હિટ રહી હતી
મુ રામાસ્વામી અને નાગર વિશાલ અભિનીત મૂળ ફિલ્મને ચાહકો અને વિવેચકો દ્વારા જ ખૂબ પસંદ કરવામાં આવી હતી. વર્ષ 2019માં રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ હિટ રહી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિષેક બચ્ચન ટૂંક સમયમાં સૈયામી ખેર અને અંગદ બેદી સાથે ‘ઘૂમર’માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન આર બાલ્કીએ કર્યું છે. અભિષેકની પાછલી ફિલ્મની વાત કરીએ તો તે દસમી ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ સીધી OTT પર રીલિઝ થઈ હતી જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.