Entertainment

કરણ જોહરની પાર્ટી બની કોરોના સુપર સ્પ્રેડર: શાહરૂખ ખાન અને કેટરિના કૈફ આવ્યા ઝપેટમાં

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharastra) ફરી એકવાર કોરોના (Corona) પોતાના પગ ફેલાવી રહ્યો છે. એક પછી એક બોલિવૂડ સેલેબ્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કાર્તિક આર્યન, આદિત્ય રોય કપૂર બાદ હવે શાહરૂખ ખાન પણ આ વાયરસની ઝપેટમાં છે. હાલમાં જ બોલિવૂડ એક્ટર (Bollywood Actor) અક્ષય કુમાર પણ કોવિડમાંથી સાજા થયા છે. અભિનેત્રી કેટરિના કૈફ પણ બીજીવાર કોરોના પોઝિટિવ (Corona Possitive) હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે તે પતિ વિકી કૌશલ સાથે અબુ ધાબી ન ગઈ.

અભિનેતા આદિત્ય રોય કપૂર પણ કોરોના સંક્રમિત હોવાની જાણકારી શનિવારના રોજ મળી આવી છે. તેમણે પોતાને ક્વોરેન્ટાઈન કરી લીધા છે. ફેન્સ આ તમામ અભિનેતા તેમજ અભિનેત્રી માટે સારા હોવાની પ્રાર્થના કરી રહ્યાં છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં કિંગ ખાને ફિલ્મોમાં પરત ફરવાની જાહેરાત કરી છે. જ્યાં તેની ફિલ્મ ‘પઠાણ’, ‘ડંકી’ અને ‘જવાન’ આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે 25 મેના દિવસ કરણ જોહરે તેની બર્થડે પાર્ટી ગોઠવી હતી જેમાં બોલીવુડના ઘણા અભિનેતાઓ સામેલ થયા હતા. ત્યારે હવે એવી શંકા કરવામાં આવી રહી છે કે કરણ જોહરની પાર્ટીમાં સામેલ થયેલા બીજા પણ અભિનેતાઓને કોરોના થયો હોવાની શક્યતા છે. કરણ જોહરની પાર્ટીમાં હાજર રહેનારા આશરે 50થી વધુ સ્ટાર પોઝિટિવ હોવાનું કહેવાય છે. જોકે, મોટાભાગના લોકોએ પોતે સંક્રમિત હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવાનું ટાળ્યું છે.

તાજેતરમાં જ અક્ષય કુમાર, કાર્તિક આર્યન અને આદિત્ય રોય કપૂર પણ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. આ કલાકારોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી અને ચાહકોને કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક રિપોર્ટ પણ સામે આવ્યો હતો, જેમાં કરણ જોહરની બર્થ ડે પાર્ટીને બોલિવૂડ સેલેબ્સમાં ફેલાયેલા કોરોના વાયરસનું કારણ જણાવવામાં આવ્યું છે.

બોલીવુડમાં કોરોના જડ જમાવી રહ્યો છે. અત્યાર સુધી અનેક એક્ટર્સ કોરોના પોઝિટીવ થઈ ચૂક્યા છે હવે શાહરૂખ ખાન અને કેટરિના કૈફને પણ કોરોના થયો હોવાની માહિતી મળી આવી છે. કોરોનાના વધતા જતા કેસોને પગલે બોલિવુડમાં શૂટિંગમાં પણ બાયો બબલ સહિતના કડક નિયંત્રણો ફરીથી લાગુ થવાની ધારણા ધરવામાં કરવામાં આવી રહી છે.

Most Popular

To Top