Entertainment

બોલિવૂડ ઉપર ફરીથી કોરોના મંડરાયો: એકટર અક્ષય કુમાર કોરોનાગ્રસ્ત, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો હિસ્સો બની શકશે નહીં

બોલિવૂડ એક્ટર (Bollywood Actor) અક્ષય કુમારના ફેન્સ માટે ખરાબ સમાચાર (News) સામે આવ્યા છે. અભિનેતા અક્ષય કુમાર કોરોના પોઝિટિવ (Corona Possitive) હોવાનું જાણવા મળ્યું છે. અક્ષય કુમારે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર એક પોસ્ટ (Post) દ્વારા તેમના ચાહકોને આ માહિતી આપી છે. મળતી માહિતી મુજબ અક્ષય કુમાર કોરોના પોઝિટિવ હોવાના કારણે આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022નો ભાગ બની શકશે નહીં. અક્ષય કુમારના ચાહકોએ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું છે.

અક્ષય કુમારે ટ્વીટ કરીને લખ્યું હતું કે હું ઇન્ડિયન પેવેલિયન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં મારા સિનેમાને આગળ વધારવા માટે ખૂબ જ ઉત્સુક હતો, પરંતુ હું હવે તે કરી શકીશ નહીં કારણ કે હું કોરોના પોઝિટિવ આવ્યો છું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હું આરામ કરીશ જેથી ઝડપથી હું સ્વસ્થ થઈ જાવ. તેઓએ અનુરાગ ઠાકુર અને તેમની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી .

આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અનેક રીતે ભારતનું નામ રોશન કરશે. આ પ્રખ્યાત ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમ વખત ભારતને ‘કન્ટ્રી ઓફ ઓનર’નું સન્માન આપવામાં આવી રહ્યું છે. આ વખતે ભારતીય કલા સંસ્કૃતિની ઝલક પણ અહીં જોવા મળશે. આ ફિલ્મ ફેસ્ટિવલના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ દેશને (કન્ટ્રી ઓફ ઓનર)નું સત્તાવાર સન્માન મળી રહ્યું છે અને આ સન્માન ભારતને મળ્યું છે. આ સન્માન એવા સમયે મળી રહ્યું છે જ્યારે ફ્રાન્સ અને ભારત તેમના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને 75 વર્ષ પૂર્ણ થયા છે અને આ વખતે આર માધવનની ફિલ્મ રોકેટરીને પ્રતિષ્ઠિત ફેસ્ટિવલના ‘વર્લ્ડ પ્રીમિયર’માં બતાવવા માટે પસંદ કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં એક આર. રહેમાન, શેખર કપૂર, અક્ષય કુમાર, રિકી કેજ કાન્સ રેડ કાર્પેટ પર ચાલનારી હસ્તીઓમાં સામેલ થવાના છે. 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ ઇવેન્ટ ભારતીય પ્રેક્ષકો માટે એક ભવ્ય ઇવેન્ટ હશે કારણ કે 17 મેના રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના પ્રથમ દિવસે ભારતીય પ્રતિનિધિમંડળના ભાગ રૂપે દેશભરના સિને-ગોયર્સ રેડ કાર્પેટ પર ચાલશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર કાન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.

Most Popular

To Top