મુંબઈ : બૉલીવુડમાં (Bollywood) અને દેશ ભરમાં ચર્ચાનો વિશય બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના (The Kashmir Files) ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ (Vivek Agnihotri) તેમના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી દીધી છે. ઘણા લાંબા સમય પછી તેમના આ અપ કમીંગ પ્રોજેક્ટના એલાનથી પણ નવી ચર્ચાઓ છેડાઈ ચુકી છે. આ વખતે પણ તે એક નવા અને અનોખા પ્રોજેક્ટ સાથે ચાહકોની સામે આવ્યો છે. આ ફિલ્મનું નામ ‘ધ વેક્સીન વોર’ (The Vaccine War) છે. વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કરતા આ પ્રોજેક્ટ વિશે જણાવ્યું છે.
અલગ-અલગ ભાષાઓમાં બનશે ફિલ્મ
વિશાલ અગ્નિહોત્રીની આગામી રિલીઝ થનારી આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, ભોજપુરી, પંજાબી, ગુજરાતી, મરાઠી અને બંગાળી સહિત 10 થી વધુ ભાષાઓમાં રિલીઝ થશે. લાંબા સમયથી ચાહકોની ઉત્તેજના વધારતા, વિવેક અગ્નિહોત્રીએ આખરે તેમની આગામી ફિલ્મ ધ વેક્સીન વોરનું ટાઇટલ જાહેર કર્યું છે. ફિલ્મના ટાઈટલની સાથે વિવેક અગ્નિહોત્રીએ પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. આ ફિલ્મ જે વિષય પર આધારિત છે તેના વિશે ઘણું બધું કહે છે અને બતાવે છે કે તે ભારતીય બાયોસાયન્ટિસ્ટ અને સ્વદેશી રસીઓ વિશેના કેટલાક પ્રકરણો ખોલશે.
‘ધ વેક્સીન વોર’ આગામી વર્ષે 15 ઓગસ્ટ 2023માં રિલીઝ થશે
ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ના પોસ્ટર પર ફિલ્મની રિલીઝ ડેટ પણ આપવામાં આવી છે. તે 15 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ આ મહિને એટલે કે નવેમ્બરમાં શરૂ થશે. પોતાની ફિલ્મ વિશે વિવેક અગ્નિહોત્રીએ કહ્યું, ‘જ્યારે કોવિડ લોકડાઉન દરમિયાન ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ મુલતવી રાખવામાં આવી હતી, ત્યારે મેં તેના પર સંશોધન કરવાનું શરૂ કર્યું હતું. પછી અમે ICMR અને NIV ના વૈજ્ઞાનિકો સાથે સંશોધન કરવાનું શરૂ કર્યું, જેમણે અમારી પોતાની રસી શક્ય બનાવી. તેમના સંઘર્ષ અને બલિદાનની ગાથા જબરદસ્ત હતી અને સંશોધન કરતી વખતે અમને સમજાયું કે આ વૈજ્ઞાનિકો માત્ર વિદેશી એજન્સીઓ દ્વારા જ નહીં પરંતુ આપણા જ લોકો વેક્સીન માટે કેવી રીતે લડ્યા હતા તેમ છતાં અમે સૌથી ઝડપી,સસ્તી અને સલામત રસી બનાવીને મહાસત્તાઓ સામે જીત મેળવી હતી.
ફિલ્મની વાર્તાને લઇને કંઈક આવું કહ્યું હતું વિવેકે
વિવેક અગ્નિહોત્રીએ વધુમાં કહ્યું હતું કે ‘મને લાગ્યું કે આ વાર્તાના વિશય ઉપર ફિલ્માંકન થવું જોઈએ. જેથી દરેક ભારતીય તેમના દેશ પર ગર્વનો અનુભવ કરી શકે. આ બાયો-યુદ્ધ વિશેની ભારતની પ્રથમ શુદ્ધ વિજ્ઞાન ફિલ્મ હશે જેના વિશે અમારી ટીમને આના વિષે કોઈ પણ પ્રકરનો ખ્યાલ હતો જ નહિ.પણ અમે તેની ઉપર ફિલ્મ બનવવાનો એક વિચાર આવ્યો અને તેને અમલમાં મૂકી દીધૉ હતો. વિવેક અગ્નિહોત્રીની પત્ની અને અભિનેત્રી પલ્લવી જોશીએ કહ્યું, “આ ફિલ્મ અમારા શ્રેષ્ઠ બાયોસાયન્ટિસ્ટની જીતની ઉજવણી કરે છે. રસી યુદ્ધ એ તેમના બલિદાન, સમર્પણ અને સખત મહેનત માટે અમારી શ્રદ્ધાંજલિના રૂપે અર્પણ કરી છે. ‘ધ કશ્મીર ફાઇલ્સ’ પછી વિવેક રંજન અગ્નિહોત્રીની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહેલા ચાહકો માટે સારા સંદેશને લઇ ને આવી રહી છે.અને આગામી વર્ષે દર્શકોની આતુરતાનો અંત આવશે..