અમદાવાદ : ચેન્નાઈ સુપર કિંગ્સના (CSK) કેપ્ટન તરીકે તેનું પાંચમું આઇપીએલ ટાઇટલ (IPL title) જીત્યા પછી તરત જ, એમએસ ધોનીએ (MS Dhoni) હજુ આવતા વર્ષે આઈપીએલમાં રમવાની વાતને નકારી કાઢી નથી પરંતુ તેણે સાથે કહ્યું છે કે આવું કરવા માટે મારું શરીર મને સાથ આપે તે જરૂરી છે. તેણે કહ્યું હતું કે જો તેનું શરીર પરવાનગી આપે તો ચાહકો માટે ઓછામાં ઓછી વધુ એક સિઝન માટે પાછા ફરવાની મારી ઇચ્છા છે.
- નવ મહિના સુધી સખત મહેનત કરવી અને બીજી આઇપીએલ સિઝન રમવાનો પ્રયાસ કરવો મુશ્કેલ રહેશે, પણ ઇચ્છા ઘણી છે : ધોની
- જો તમે સંજોગો જુઓ તો મારા માટે સંન્યાસ લેવાનો આ શ્રેષ્ઠ સમય છે, દરેક સ્થળેથી મને જે રીતે અભૂતપૂર્વ પ્રેમ મળ્યો છે : એમએસ ધોની
ધોનીએ ફાઇનલ પછી કહ્યું હતું કે જો તમે સંજોગો જુઓ તો મારા માટે સંન્યાસ લેવાનો આ શ્રેષ્ઠ સમય છે. દરેક સ્થળેથી મને જે રીતે અભૂતપૂર્વ પ્રેમ મળ્યો છે તેને જોતા મારા માટે તે કહેવું ખૂબ જ સરળ છે કે હું હવે વિદાઇ લઇ રહ્યો છું, પરંતુ આગામી નવ મહિના સુધી સખત મહેનત કરવી અને પાછા આવીને વધુ એક સિઝન રમવી મુશ્કેલ તો છે પણ મારી ઇચ્છા તો છે જ.
તેણે કહ્યું હતું કે શરીરે સાથ આપવો પડશે. ચેન્નાઈના પ્રશંસકોએ જે રીતે મારા પર પ્રેમ વરસાવ્યો છે, તે તેમના માટે મારી ભેટ હશે કે હું વધુ એક સિઝન રમું. તેઓએ જે પ્રેમ અને જુસ્સો બતાવ્યો છે, મારે પણ તેમના માટે કંઈક કરવું જોઈએ. ધોનીએ કહ્યું હતું કે મને સમજાયું કે મારે તેનો આનંદ માણવાની જરૂર છે. મને લાગે છે કે હું જે છું તેના માટે તેઓ મને પ્રેમ કરે છે. હું એવી વસ્તુ દર્શાવવાનો પ્રયાસ કરતો નથી જે હું નથી.