SURAT

વરાછા ઓવરબ્રિજ પર કાળનો કરાળો કબજો


ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા પિતા-પુત્ર-ભત્રીજાનું મોત, જયારે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાય,વાત છે Surat શહેરના વરાછા વિસ્તારની, શનિવાર રાત્રે બનેલી ભયાનક દુર્ઘટનાએ આખા વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. હીરાબાગથી કામરેજ તરફ જતાં વરાછા ઓવરબ્રિજ પર અંધકારમાં બંધ હાલતમાં ઉભેલા ટ્રેક્ટર પાછળ બાઈક ધડાકાભેર અથડાતા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે.

પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, પાસોદરા નિવાસી શૈલેષભાઈ માણીયા રાત્રે આશરે 11:30 વાગ્યે પોતાની પત્ની કૃપાબેન, પુત્ર મન અને ભાઈના પુત્ર મંત્ર સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. ઓવરબ્રિજ પર કોઈ રિફ્લેક્ટર કે ચેતવણી બોર્ડ વિના ઉભેલા ટ્રેક્ટરનો અંદાજ ન આવતાં બાઈક સીધી પાછળ અથડાઈ. અથડામણ એટલી જોરદાર હતી કે ચારેય જણા રોડ પર ફેંકાઈ ગયા.

રાહદારીઓની મદદથી તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડાયા, જ્યાં બે માસૂમ બાળકો મન અને મંત્રને તબીબોએ મૃત જાહેર કર્યા. સારવાર દરમિયાન શૈલેષભાઈએ પણ દમ તોડ્યો. જયારે કૃપાબેન હાલ ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે.

આ બનાવ અંગે મૃતકના સગાએ Ashwini Kumar Police Station ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાથમિક તપાસ મુજબ નવા બ્રિજના કામ માટે ટ્રેક્ટર ઓવરબ્રિજ પર રાખવામાં આવ્યું હતું, પરંતુ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી અકસ્માત સર્જાયો.વિચારવા જેવી વાત એ છે કે એક જ દિવસે પરિવારના વડીલના અંતિમ સંસ્કાર બાદ ત્રણ સભ્યોની અંતિમયાત્રા નીકળતા આખું વિસ્તાર શોકમગ્ન બન્યો છે. બંને પરિવારોમાં એકના એક પુત્રોના અવસાનથી અપરંપાર દુઃખ છવાયું છે.

Most Popular

To Top