તાપી જિલ્લાની રચના પછી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર સત્તા મેળવી કુલ 26 પૈકીની 23 બેઠકોની મત ગણતરીમાં ભાજપને 14 બેઠકો સાથે બહુમતી મળી, ચૂંટણી ઇન્ચાર્જ એવા સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજુ પાઠક સફળ વ્યૂહરચનાકાર સાબિત થયા.
તાપી કુકરમુંડા તાલુકા પંચાયતની બહુરૂપા બેઠક પર ભાજપના લક્ષ્મીબેન વળવી વિજેતા થયા ત્યારે નગરપાલિકા વોર્ડ નં 2 ચારેય બેઠક પર ભાજપની જીત થઇ છે. ડોલવણ તાલુકા પંચાયત અંતાપૂર બેઠક પર કોંગ્રેસના દીપિકાબેન ચૌધરી વિજેતા અને સોનગઢ તાલુકા પંચાયત ભીમપુરા બેઠક પર કોંગ્રેસના નીતાબેન ગામીત વિજેતા બન્યા, વ્યારા નગર પાલિકામાં વોર્ડ નં. 5માં કોંગ્રેસના ચાર ઉમેદવારો દિલપ જાધવ, કિરણ ભોય, દ્રષ્ટિ જોશી, કિતા ચૌધરીની જીત થઇ છે.
વ્યારા નગર પાલિકામાં વોર્ડ નંબર 4 માં ભાજપ ના 2 અને કોંગ્રેસ ના 2 ઉમેદવારની જીત ઉપરાંત ભાજપના કલ્પેશ ઢોડિયા, રિના પટેલ અને કોંગ્રેસના રાહીલબેન ગામીત અને જોનીલ ગામીતની પણ જીત થઇ છે. વ્યારા વોર્ડ નંબર 4 માં બે કોંગ્રેસ બે ભાજપ સાથે આ વર્ષે વ્યારા નગરપાલિકામાં કોંગ્રેસની સીટો તૂટી રહી છે. ત્યારે ભાજપના દિગ્ગજ નેતા અંકુર દેસાઈની વોર્ડ નંબર 2 માંથી રસાકસી વચ્ચે જીત થઇ છે , વ્યારા નગર પાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપના ચાર ઉમેદવારો નયના બેન ગામીત, મહેશભાઈ ગામીત, દુર્ગાબેન ગામીત, રિતેશ ઉપાધ્યાયની જીત થઈ છે.
વ્યારા તાલુકા પંચાયતના કપુરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કાજલબેન અરવિંદભાઈ ગામીત અને બોરખડીના કોંગ્રેસ ઉમેદવાર નીતાબેન ચૌધરી વિજેતા થયા છે, અને નિઝર તાલુકા પંચાયતના ભિલજાંબોલી બેઠકના બીજેપીના અમરસિંગ મગનભાઈ વળવી ઉમેદવાર 82 મતથી વિજેતા થયા છે..
તાપી જિલ્લો
તાપી જિલ્લા પંચાયત | ભાજપ 14 – કોંગ્રેસ -03 અન્ય -00 |
વ્યારા તાલુકા પંચાયત | ભાજપ 14 – કોંગ્રેસ 06- અન્ય 00 |
કુકરમુંડા તાલુકા પંચાયત | ભાજપ 05- કોંગ્રેસ 01- અન્ય 00 |
સોનગઢ તાલુકા પંચાયત | ભાજપ 01- કોંગ્રેસ 05અન્ય 00 |
નિઝર તાલુકા પંચાયત | ભાજપ 01- કોંગ્રેસ 03અન્ય 00 |
ઉચ્છલ તાલુકા પંચાયત | ભાજપ 00- કોંગ્રેસ 00અન્ય 00 |
ડોલવણ તાલુકા પંચાયત | ભાજપ 00- કોંગ્રેસ 02અન્ય 00 |
વાલોડ તાલુકા પંચાયત | ભાજપ 05- કોંગ્રેસ 01અન્ય 00 |
વ્યારા નગરપાલિકા | ભાજપ – 22-કોંગ્રેસ06અન્ય – 00 |