બિહાર : ભાજપ (BJP) દ્વારા મુરલીગંજ ગોલ બજાર (Muraliganj Gol Bazar) ખાતે આવેલ ભગત ધર્મશાળામાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા દરમિયાન ભાજપના બે નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર બની ગઈ અને એક ભાજપ નેતાએ બીજા નેતાને ગોળી મારી હતી. ગોળી વાગતા તેમને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સભામાં ભૃતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તારા કિશોર પ્રસાદ, નીરજ કુમાર બબલુ, ડો. રવિન્દ્ર ચરણ જેવા ભાજપના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
મુરલીગંજ ગોલ બજાર ખાતે આવેલ ભગત ધર્મશાળામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સભાનું અયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભાજપના સંજય ભગત અને પંકજ કુમાર પણ હાજર રહ્યા હતા. સંજય ભગત અને પંકજ કુમાર વચ્ચે કોઈક મુદ્દે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ધીરે ધીરે વધવા લાગી હતી. ત્યાર બાદ તે એટલી હદે વધી ગઈ કે સંજય ભગત અને પંકજ કુમાર વચ્ચે મારામારી થવા લાગી હતી. આ દરમિયાન ફાયરિંગ થયું હતું જેમાં સંજય ભગતને ગોળી વાગી હતી. સંજય ભગતને તત્કાલીક મુરલીગંજ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતી વધુ ગંભીર થતા હાયર સેન્ટર મધેરપુરા રીફર કરવામાં આવ્યા છે. સંજય ભગતને ગોળી મારવાનો આરોપ પંકજ કુમાર ઉપર લાગ્યો હતો.
સંજય ભગતને ગોળી વાગતા લોકો રોષે ભરાયા હતા. લોકોએ પંકજ કુમારને ધેરી લીધો અને મારપીટ શરુ કરી હતી. મારપીટ શરૂ થતા પંકજ કુમારને બચાવવા માટે ગયેલા ભાજપના જિલ્લા પ્રમુખ દીપક કુમારને પણ લોકોએ માર માર્યો હતો. ઘટના સ્થળે પોલીસની ટીમ પહોંચી ગઈ હતી. રોષે ભરાયેલા ટોળાના ચુંગાલમાંથી છોડાવી સલામત રીતે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
સંજય ભગત પર ગોળી ચલાવવાના આરોપી ભાજપના નેતા પંકજ કુમારે કહ્યું હતું કે મને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જેના માટે મે મારા સ્વબચાવ કરવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ પણ આ લોકો માન્યા નહીં એટલે મજબુરીમાં તેમણે ગોળી ચલાવવાની ફરજ પડી હતી. હાલમાં બંને પક્ષો વચ્ચેના આ વિવાદને કારણે શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. રોષે ભરાયેલા લોકોએ બજાર બંધ કરાવી દીધું હતું અને તે લોકોએ ભાજપના નેતા પંકજ પટેલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પંકજ પટેલ પહેલા કોલ્ડ સ્ટોરેજ ચલાવતો હતો. તે ઘણા લોકો પાસેથી પૈસા લઈને મુરલીગંજથી ભાગી ગયો હતો. તે ભાજપમાંથી ટીકીટ મેળવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. મળતી મહિતી અનુસાર મીટિંગના થોડા સમય પહેલા પંકજ કુમાર પાસે સંજય ભગતે પાસેથી જૂનો હિસાબ માંગ્યો હતો. આ દરમિયાન મારામારી શરૂ થઈ હતી.