SURAT

ભાજપાના આ ઉમેદવાર તેમજ એકમાત્ર એવા સીટિંગ MLA જેમની મિલકતો ધારાસભ્ય બન્યા બાદ ઘટી

સુરત : ગત 2017માં સુરતની (Surat) કરંજ વિધાનસભા બેઠક પરથી પહેલી વખત પ્રવીણ ઘોઘારીએ ચૂંટણીમાં (Election) ઝંપલાવ્યું હતું ત્યારે તેમણે પોતાની મિલકતો અંગે જે હકીકત જણાવી હતી તે આ વખતે 2022માં ઘણી ખરી બદલાઇ ગઇ છે. એકમાત્ર પ્રવીણ ઘોઘારી જ એવા સીટિંગ એમએલએ હશે જેમની મિલકતો ધારાસભ્ય બન્યા બાદ ઘટી ગઇ છે.

આ વખતે પણ ભાજપાના ઉમેદવાર તરીકે કરંજ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારીપત્રકની સાથે પ્રવીણ ઘોઘારીએ પોતાની સંપતિ અંગેનું સોગંદનામું રજૂ કર્યું છે. જેનું એનાલિસીસ કરતા જાણવા મળે છે કે. 2017માં પ્રવીણ ઘોઘારીએ પોતાની પાસે 4.20 કરોડની જંગમ અસ્કયામત હોવાનું જણાવ્યું હતું, જે 2022ની ઉમેદવારી વખતે ઘટીને 85.89 લાખ થઇ જવા પામી છે. 2017માં જમીન, મકાન, ઓફિસ પેટે રૂ.63.30 લાખની રકમ અંદાજનાર પ્રવીણ ઘોઘારીની આ મિલ્કતો પણ ઘટીને રૂ.35.28 લાખ થઇ ગઇ છે. એવી જ રીતે 2017માં પ્રવીણ ઘોઘારી પાસે બે મોટરકાર હતી જે હવે ફક્ત એક રહી છે.

2017માં આપેલી લોન તરીકે 4 કરોડ 1 લાખ જેટલી માતબર રકમ દર્શાવનાર પ્રવીણ ઘોઘારીની એફિડેવિટમાં આ વખતે આપેલ લોનનો કોઇ જ ઉલ્લેખ નથી કરાયો. 2017માં પ્રવીણ ઘોઘારી પાસે હાથ પર રોકડ ફક્ત 9 લાખ રૂપિયા હતી, જે આ વખતની એફિડેવીટ મુજબ હાથ પર રોકડ રૂ.72.38 લાખ બતાવવામાં આવી છે. સુરત ઉત્તરના સીટિંગ એમએલએ અને હાલના ભાજપાના ઉમેદવાર સુરત જ નહીં બલ્કે ગુજરાતના સૌથી ધનિક ઉમેદવારોમાં ગણના પામે છે. 4 ચોપડી પાસ કાંતિ બલર પાસે કુલ સંપતિ રૂપિયા 52 કરોડ 14 લાખ 65 હજારથી વધુની છે. સુરત શહેર જિલ્લાના તમામ ઉમેદવારો કરતા વધુ સંપતિધારક છે કાંતિ બલર. સુરતના એક મોટા ગજાના હીરા ઉદ્યોગપતિના પારિવારિક સભ્ય થાય છે.

2012 પછી એક ટર્મના બ્રેક બાદ ફરી ઉમેદવારી કરનાર પ્રફુલ પાનશેરિયા પાસે 17 કરોડથી વધુની સંપતિઓ
સુરત 2012માં રાજ્યમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી, એ વખતે કામરેજની બેઠક પર વિક્રમી લીડથી વિજેતા નિવડેલા પ્રફુલ પાનશેરિયાની ત્યારની અને અત્યારની મિલકતો, સંપતિઓનું વિશ્લેષણ કરતા જણાય છે કે તેઓ 17 કરોડથી વધુ રૂપિયાની બજાર કિંમત ધરાવતી સંપતિના માલિક છે. 2012માં પ્રફુલ પાનશેરિયા પાસે જંગ અસ્કયામતો ફક્ત રૂ.20 લાખની હતી, જે આ વખતે વધીને રૂ.1.86 કરોડ જેટલી થઇ ગઇ છે. 2012માં પ્રફુલ પાનશેરિયા પાસે એક કાર માલિકીની હતી, અત્યારે વાહન તરીકે પ્રફુલ પાનશેરિયા પાસે એકેય કાર કે બાઇક નહીં હોવાનું એફિડેવિટમાં જણાવાયુ છે.

Most Popular

To Top