Gujarat

આપના કારણે ભાજપનો વિજય નહીં – પ્રજાના વિશ્વાસથી ભાજપને 156 બેઠકો મળી છે – પાટીલ

ગાંધીનગર: સુરેન્દ્રનગરમાં આજે સતત બીજા દિવસે ભાજપની (BJP) નેતાગીરીએ લકસભાની ચૂંટણી (Election) માટે મંથન કર્યુ હતું. જયારે ગુજરાતમાં ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો મળી તે માટે પ્રજાનો તથા પીએમ (PM) નરેન્દ્ર મોદીનો આભાર વ્યકત્ત કરતો પ્રસ્તાવ પસાર કર્યો હતો. પાટીલે ઉદ્ધાટન સત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ઐતિહાસીક બેઠક મેળવવામાં મહત્વનો શ્રેય જો કોઇને જાય તો તે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને જાય છે આજે પણ પ્રજાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પર વિશ્વાસ છે જેના કારણે ભાજપને ફરી રેકોર્ડ બ્રેક બેઠક આપી ગુજરાતને વિકાશશીલ બનાવવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીને આપી છે. આ વખતની ચૂંટણીમાં 9 બેઠક એવી હતી કે આઝાદી પછી ભાજપ કયારેય જીતી શક્યુ ન હતુ તે આ વખતે જીતવામાં સફળતા મળી છે. ચૂંટણીમાં ભવ્ય જીત મળી છે તેમાં મારુ કોઇ યોગદાન નથી પણ કાર્યકરોની સખત મહેનતનું પરિણામ છે. વિઘાનસભાનું મતદાન પુરુ થયા પછી મીડિયા અને વિવિધ સર્વેનું અનુમાન હતું કે ભાજપને 110 થી 135 બેઠકો મળશે પરંતુ મને વિશ્વાસ હતો કે આ જીત ઐતિહાસિક હશે અને 157થી વધુ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો અને આંકડો મે મારા કાર્યકરોની મહેનતને કારણે નક્કી કર્યો હતો.

પાટીલ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સિવાય અન્ય કોઇ રાજકીય પાર્ટીનો કાર્યકર સેવા કરવા આવતા નથી તે ફકત ચૂંટણી સમયે મત માંગવા આવે છે અને ગેરેંટી કાર્ડ આપવાની વાતો કરે છે પણ ભાજપનો કાર્યકર જનતાના સુખે-દુખમાં મદદે આવે છે. મોરબીની ગોઝારી ઘટનામાં પણ દેશના પ્રધાનસેવકે તાત્કાલીક મદદ મળે તે માટે ત્રણેય પાંખના વડાઓને સુચના આપી જવાનોને મદદ માટે મોકલ્યા તો મોરબીના ધારાસભ્ય અને મુખ્યમંત્રીએ બનતી મદદ કરી અને તેના કારણે મોરબીની બેઠક પણ વધુ મતોથી જીતી શક્યા. ભારતી જનતા પાર્ટી સેવા સાથે રાજકારણ કરે છે.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં જનતા વિકાસને ધ્યાને રાખી મત આપે છે તેના કારણે રાજયમાં કયારેય ત્રીજી પાર્ટીને સ્વીકારતી નથી.ભાજપ સત્તા મેળવી જનતાની સેવા કરે છે તેનો જનતાને વિશ્વાસ છે. ભાજપ સત્તા મેળવી સેવા કરવાને કારણે ભાજપને એન્ટીઇકમ્બન્સી નડતી નથી. આપ પાર્ટી અને કોંગ્રેસના મત ભેગા કરો તો પણ ભાજપની લીડને પહોંચી શકે તેવા પરિણામ નથી. આપ પાર્ટીને કારણે ભાજપને ફાયદો થયો તેમ રાજકીય વિશ્લેશકો કહે છે પણ તે સાચુ નથી , પ્રજાના વિશ્વાસ સાથે ભાજપના કાર્યકરોના દમ પર ભાજપ 156 બેઠકો જીતી છે. જે બેઠકો આ વિઘાનસભામાં નબળી સરેસાઇથી જીત્યા છીએ તેના પર પણ આજે ચર્ચા કરવામાં આવશે.

ગુજરાતની પ્રજાએ કરેલા વિશ્વાસનું ફળ વિકાસ થકી આપ્યું – ભૂપેન્દ્ર પટેલ
બેઠકમાં રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતની જીતના રિપોર્ટને રાષ્ટ્રીય કારોબારીમાં અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા રજૂ કરતા ત્યા ઉપસ્થિતિ સૌએ જીતને વધાવી લીધી હતી. રાજકીય વિશ્ર્લેષકો અને અમુક લોકોને એવુ હતુ કે ૨૭ વર્ષની સરકારનું શાસન હવે મુશ્કેલ છે તેમ કહેનારને પીએમ નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વએ રેકોર્ડ પરીણામ આપી તેમને ચોકાવી દીધા છે. આપણે ગુજરાતની પ્રજાએ કરેલા વિશ્વાસનું ફળ વિકાસ થકી આપ્યું છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામે હવે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનું પરીણામ આપી દીધું છે.ભારતમાં નોકરી વધી અને વિદેશમાં નોકરી ધટી તે આત્મનિર્ભર ભારતનું પરીણામ છે.

કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો – હર્ષસંઘવી
સુરેન્દ્રનગર ખાતે પ્રદેશ કારોબારી બેઠકમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરો સામેની લડાઈના મુદ્દે પ્રેઝન્ટેશન આપતા જણાવ્યું હતું કે, વ્યાજ ખોરના ત્રાસ સામે ગુજરાત સરકાર ભાજપના કાર્યકરો સાથે મળી લડત લડશે. ભાજપનો કાર્યકર વ્યાજખોરની લડાઇમાં કેવી રીતે સાથ સહકાર આપી છે તે અંગે પણ માહિતી આપી હતી. તેમણે વ્યાજખોરોને ચેતવણી આપી હતી કે કાયદમાં રહેશો તો ફાયદામાં રહેશો. પોલીસે વ્યાજ ખોરોને લગતા ખોટા કેસ દાખલ ન થાય તે માટે પણ સુચના આપી. વ્યાજ ખોર સામે સ્થાનિક ધારાસભ્ય અને જીલ્લા પ્રમુખ લોકદરબાર યોજે તેવી વિનંતી કરી હતી. બેટદ્વારકામાં ડીમોલેશન એ પણ ક્યાંક ને ક્યાંક આંતકવાદી પ્રવૃત્તિ ને ડામવાનું કામ હતું.રાજ્યમાં ડ્રગ્સ નો વેપાર કરી ને યુવાનોનેઆ વ્યસનમાંથી મુક્તિ મળે તે માટે દ્રગ્સ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરીને ધરપકડ કરી તે અંગે માહિતી પણ તેમણે આપી હતી. તેમણે કહયું હતું કે રાજયભરમાં 22મી જાન્યુ. સુધિીમાં 698 ફરિયાદ દાખળ થઈ છે,જયારે કુલ 1209 આરોપીઓ ( વ્યાજખોરો) કાયદાની ચુંગાલમા ંઆવી ગયા છે. જયારે પોલીસે 808 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં વ્યાજખોરો સામે ની કાર્યવાહીમાં પોલીસ જે સાથ આપવા માટે 1608 લોક દરબાર યોજાયો છે. છેલ્લા એક વર્ષમાં રાજય પોલીસે 9 હજાર 6 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યુ છે.

Most Popular

To Top