ગાંધીનગર: આવતીકાલે ભારતીય જનતા પાર્ટીની (BJP) ગુજરાતની (Gujarat) નેતાગીરી 44માં સ્થાપના દિવસની ઉડજવણી કરનાર છે, ત્યારે સવારે પીએમ (PM) નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સનાસ માધ્યમથી દેશભરમાં ભાજપના કાર્યકરોને સંબોધન કરનાર છે. જયારે ભાજપની નેતાગીરીએ 6 થી 14 એપ્રિલથી સુધી રાજયભરમાં સામાજીક ન્યાય સપ્તાહ ઉજવાશે. ગત તા.6 એપ્રિલ -1980ના રોજ ભાજપની સ્થાપના કરાઈ હતી.
પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન અંતર્ગત વિવિધ કાર્યો હાથ ધરાશે જેમાં આવતીકાલે તા.6 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકરો મંડળ સ્તરે અને જીલ્લા મથકે કાર્યાલય પર એકત્ર થશે અને સવારે કાર્યાલય પર પાર્ટીનો ધ્વજ ફરકાવાશે અને પીએમ નરેન્દ્ર મોદી દેશ ભરના દરેક કાર્યકરોને સંબોધન કરશે. આ કાર્યક્રમને ગુજરાતમાં પણ યોજવાનો છે જેમાં ગુજરાતના કાર્યકરો પ્રત્યેક મંડળ પર ઉપસ્થિતિ રહી પીએમ મોદીનું માર્ગદર્શન સાંભળશે.
પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 06 એપ્રિલથી 14 એપ્રિલ સુધી સામાજીક ન્યાય સપ્તાહ તરીકે ઉજવી વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવનાર છે જેમાં તારીખ 11 એપ્રિલના રોજ સમાજ સુઘારક જ્યોતિબેન ફૂલેની જન્મજંયતિ નિમિત્તે તેમના ફોટાને પુષ્પાજંલીઅર્પણ અને પરિસંવાદ કાર્યક્રમ યોજાશે તેમજ તારીખ 14 એપ્રીલે ડો. બાબાસાહેબ આંબેડકરજીનો જન્મ દિવસ બુથ મંડલ,જીલ્લા અને મહાનગરના કાર્યાલય ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાજંલી કાર્યક્રમ યોજાશે તેમજ સમાજીક ન્યાય સપ્તાહમાં સ્વચ્છતા અભિયાન, નિશુલ્ક નિદાન કેમ્પ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સહિતના કાર્યક્રમો કરવામાં આવશે.