ગાંધીનગર: વિધાનસભાના અધ્યક્ષ પદે કોણ નામાશે એ મુદ્દે ચાલી રહેલી અટકળોનો અંત લાવીને ભાજપની (BJP) નેતાગીરીએ હવે ગુજરાત (Gujarat) વિધાનસભાના અધ્યક્ષ તરીકે બનાસકાંઠાના થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીની ગુરુવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે વરણી કરી દીધી છે. જ્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદે શહેરના જેઠા ભરવાડની વરણી કરાઈ છે.
શંકર ચૌધરી ભાજપના ઓબીસી નેતા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રભુત્વ વધારે છે. બીજી ટર્મમાં ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જ મુખ્યપ્રધાન પદે શપથ લીધાં, એ વખતે ઉત્તર ગુજરાતમાંથી ઋષિકેશ પટેલને સમાવાયા છે. જ્યારે શંકર ચૌધરીને સમાવાયા ન હતા. જેના પગલે તેમને વિધાનસભાના અધ્યક્ષ બનાવાશે તેવી અટકળો ચાલી હતી. આખરે ગુરુવારે ભાજપની નેતાગીરીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે શંકર ચૌધરી તથા ઉપાધ્યક્ષ પદે જેઠા ભરવાડની વરણી કરી છે. જો કે, વિધાનસભાના અધ્યક્ષ પદ માટે રમણલાલ વોરા તથા ગણપત વસાવાનાં નામો પણ ચર્ચામાં હતાં.