નવી દિલ્હી: લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) બાદ દેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે રાજનૈતીક પક્ષોએ પણ વિધાનસભાની રણનીતિ તૈયાર કરવા માટે બેઠકો યોજવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન આજે ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વિવિધ રાજ્યોમાં રાજ્ય પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી છે.
યાદીમાં જણાવ્યા મુજબ ભાજપાના ઘણા નેતાઓ કે જેમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે, તેમાં હરિયાણાના બિપ્લવ દેવના સ્થાને ડૉ. સતીશ પુનિયાને નવા રાજ્ય પ્રભારી બનાવવામાં આવ્યા છે. ત્યારે રાજ્યસભાના સાંસદ સુરેન્દ્ર નાગરને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. સાથે જ લક્ષ્મીકાંત વાજપેયીને ઝારખંડના પ્રભારી અને બિહાર ભાજપના ધારાસભ્ય નીતિન નવીનને છત્તીસગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ સાથે જ યુપી ભાજપના ધારાસભ્ય શ્રીકાંત શર્માને હિમાચલ પ્રદેશના નવા પ્રભારી અને સંજય ટંડનને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. એ જ રીતે જમ્મુ-કાશ્મીરના પ્રભારી તરુણ ચુગ અને સહ-પ્રભારી આશિષ સૂદ હશે.
પ્રકાશ જાવડેકર કેરળના પ્રભારી બન્યા
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને કેરળના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે અપરાજિતા સારંગીને કેરળના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. વિનોદ તાવડેને બિહારના રાજ્ય પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે દીપક પ્રકાશને સહ-પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપના પ્રદેશ પ્રભારીઓની યાદી
- આંદામાન નિકોબાર ટાપુઓ- રઘુનાથ કુલકર્ણી, ઈન્ચાર્જ
- અરુણાચલ પ્રદેશ- અશોક સિંઘલ, ઈન્ચાર્જ
- બિહાર- વિનોદ તાવડે, ઇન્ચાર્જ
- બિહાર- દીપક પ્રકાશ, સહ-ઈન્ચાર્જ
- છત્તીસગઢ- નીતિન નબીન, ઈન્ચાર્જ
- દમણ આઈલેન્ડ- દુષ્યત પટેલ, ઈન્ચાર્જ
- ગોવા- આશિષ સૂદ, ઈન્ચાર્જ
- હરિયાણા- સતીશ પુનિયા, ઈન્ચાર્જ
- હરિયાણા- સુરેન્દ્ર નાગર, સહ ઈન્ચાર્જ
- હિમાચલ પ્રદેશ- શ્રીકાંત શર્મા, ઇન્ચાર્જ
- હિમાચલ પ્રદેશ- સંજય ટંડન, સહ પ્રભારી
- જમ્મુ અને કાશ્મીર- તરુણ ચુગ, ઈન્ચાર્જ
- જમ્મુ અને કાશ્મીર- આશિષ સૂદ, સહ ઈન્ચાર્જ
- ઝારખંડ- લક્ષ્મીકાંત બાજપાઈ, ઈન્ચાર્જ
- કર્ણાટક- ડો.રાધામોહન દાસ અગ્રવાલ, ઈન્ચાર્જ
- કર્ણાટક- સુધાકર રેડ્ડા, સહ ઈન્ચાર્જ
- કેરળ– પ્રકાશ જાવડેકર, ઈન્ચાર્જ
- કેરળ- અપરાજિતા સારંગી, સહ ઈન્ચાર્જ
- લદ્દાખ- તરુણ ચુગ, ઈન્ચાર્જ
- મધ્યપ્રદેશ- ડો મહેન્દ્રસિંહ, ઈન્ચાર્જ
- મધ્યપ્રદેશ- સતીશ ઉપાધ્યાય, સહ ઈન્ચાર્જ
- મણિપુર- ડૉ અજીત ગોપચાડે, ઈન્ચાર્જ
- મેઘાલય- દેવેશ કુમાર, ઈન્ચાર્જ
- નાગાલેન્ડ- અનિલ એન્ટોની, ઈન્ચાર્જ
- ઓડિશા- વિજય પાલ સિંહ તોમર, ઈન્ચાર્જ
- ઓડિશા- સુશ્રી લતા યુસેન્ડી, સહ ઈન્ચાર્જ
- પોંડિચેરી- નિર્મલ કુમાર સુરાના, ઈન્ચાર્જ
- પંજાબ- વિજય રૂપાણી, ઈન્ચાર્જ
- પંજાબ- ડૉ. નરેન્દ્ર સિંહ, સહ-ઈન્ચાર્જ
- સિક્કિમ- ડૉ. દિલીપ જયસ્વાલ, ઈન્ચાર્જ
- ઉત્તરાખંડ- દુષ્યંત કુમાર ગૌતમ, ઈન્ચાર્જ
- ઉત્તરાખંડ- રેખા વર્મા, સહ ઈન્ચાર્જ
- ઉત્તર પૂર્વ રાજ્યો- ડૉ સંબિત પાત્રા, પ્રભારી
- ઉત્તર પૂર્વ રાજ્યો- વી મુરલીધરન, સહ પ્રભારી