ગાંધીનગર: આજથી સુરેન્દ્રનગરમાં ભાજપની (BJP) બે દિવસીય કારોબારી બેઠકનો આરંભ થયો છે. જેમાં 2024ની લોકસભાની ચૂંટણીની (Election) તૈયારીનો રોડ મેપ તૈયાર થયો છે. ખાસ કરીને ગુજરાતની (Gujarat) 26માંથી 26 બેઠકો પર કેવી રીતે વિજય મેળવવો તેના પર ચર્ચા થવા પામી હતી.
આ ઉપરાંત 55 ધારાસભ્યો સાથે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે અલગથી બેઠક કરી હતી. જેમાં 10 હજાર કરતાં ઓછા મતો મળ્યા હોય તેવી બેઠકો , કોંગ્રેસ જયાં 17 બેઠકો પર જીતી છે તે બેઠકો તથા આપના પાંચ ધારાસભ્યો જે પાંચ બેઠકો પર જીત્યા છે, તે બેઠકોની ચર્ચા થઈ હતી. ગુજરાત વિધાનસભા 2023ની ચૂંટણીમાં 10 હજાર કરતાં ઓછી લીડથી જીતેલા 55 ધારાસભ્યો સાથે અલગથી બેઠક કરી છે. લોકસભા ચૂંટણી માટે એક તરફ કેન્દ્રીય મંત્રીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપાઇ ચુકી છે. વિધાનસભામાં 156 બેઠક પર ભાજપની જીત થઇ છે પણ બાકીની બેઠક કેમ નથી મળી ? તેના પર ચર્ચા થશે, તો સાથે જ ગુજરાતની 26 લોકસભા બેઠક પર જીત માટે પણ તૈયારીઓ શરુ કરી દેવામાં આવશે. 26માંથી 26 બેઠક મળે તે માટે રણનીતિ ઘડવામાં આવનાર છે. પેજ પ્રમુખની વાત હોય, પેજ કમિટીની વાત હોય, વન ડે વન ડિસ્ટ્રિક્ટની વાત હોય તેના પર લોકસભાની ચૂંટણી ધ્યાને રાખીને રણનીતિ ઘડવામાં આવનાર છે.